નવી દિલ્હીઃ ભાજપે વિવિધ રાજ્યોના પ્રભારીઓની નિમણૂક કરી છે. ગુજરાતમાં તરુણ ચુગને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ દ્વારા આજે એક યાદી બહાર પાડીને આ જાહેરાત કરી હતી.
ભાજપે ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે વિનોદ તાવડે, સહ પ્રભારી તરીકે જગદીશ ઈશ્વરભાઈ પટેલની નિમણૂક કરી હતી. જ્યારે પંજાબના પ્રભારી તરીકે ડૉ. સતીષ પૂનિયા અને ગુજરાતના પ્રભારી તરીકે તરૂણ ચુગના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા પ્રભારી નિમણૂક કરાયા છે. નિમણૂક થયેલા પદાધિકારીઓ સંગઠનનું માળખું મજબૂત કરવાનું કામ કરશે.
BJP National President Nitin Nabin has appointed new state in-charges and co-in-charges for Uttar Pradesh, Punjab, and Gujarat.
— ANI (@ANI) August 18, 2026
Uttar Pradesh: Vinod Tawde appointed In-charge; Jagdish Ishwarbhai Patel appointed Co-In-charge
Punjab: Satish Poonia appointed In-charge.
Gujarat:… pic.twitter.com/9TnNDIhbCI