ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાતની મુખ્ય સમિટ ૧૦ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૭ ના રોજ યોજાવાની છે. નવી દિલ્હીમાં યોજાનાર આ 'કર્ટેન રેઝર' ઇવેન્ટમાં સવારે ભારત મંડપમ ખાતે દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ થશે. ત્યારબાદ, સાંજે હોટેલ તાજ પેલેસ ખાતે વિવિધ દેશોના રાજદ્વારીઓ (Heads of Missions) અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે ખાસ સત્ર યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી JSW MG મોટર, સ્નાઈડર ઈલેક્ટ્રિક, LG એનર્જી સોલ્યુશન્સ અને મેક્સ હેલ્થકેર જેવી વૈશ્વિક અને સ્થાનિક દિગ્ગજ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો કરશે. આ બેઠકોમાં સેમિકન્ડક્ટર્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટર્સ, ગ્રીન રિન્યુએબલ એનર્જી અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ભવિષ્યલક્ષી સેક્ટર્સમાં રોકાણ લાવવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવશે
આ કાર્યક્રમના ભાગ રૂપે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારત મંડપમ ખાતે અનેક અગ્રણી કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠકો પણ કરશે. આ કંપનીઓમાં TPREL, JSW MG મોટર ઇન્ડિયા, સ્નેડર ઇલેક્ટ્રિક ઇન્ડિયા, DCM શ્રીરામ લિમિટેડ, સિઓલ સેમિકન્ડક્ટર્સ, શ્રી સિમેન્ટ લિમિટેડ, પૂર્વા ગ્રીન પાવર, LG એનર્જી સોલ્યુશન્સ, JBM ગ્રુપ, દિનેશ ચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન, મેક્સ હેલ્થકેર, યુનો મિન્ડા અને ACMA, ACME સોલર, શ્વેઇઘેગ AG, એરટ્રંક, HIF ગ્લોબલ, GHCL, એસ્બર બેંક, પોલિસીબજાર અને પૈસાબજારની પેરેન્ટ કંપની PB ફિનટેક લિમિટેડ અને મેનકાઈન્ડ ફાર્માનો સમાવેશ થાય છે.
આ બેઠકો મુખ્યત્વે રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઉર્જા), ઓટોમોબાઈલ, સેમિકન્ડક્ટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ, સિમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, રેલવે, AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને ડેટા સેન્ટર્સ, IT (ઈન્ફોર્મેશન ટેક્નોલોજી), કેમિકલ્સ અને બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ એન્ડ ઇન્સ્યોરન્સ (BFSI) જેવા મુખ્ય સેક્ટર્સ પર કેન્દ્રિત રહેશે.
મીટિંગ દરમિયાન ચર્ચા કરાયેલા મુખ્ય મુદ્દાઓમાં રોકાણની તકો, વિસ્તરણ યોજનાઓ અને સંભવિત વ્યૂહાત્મક ભાગીદારીનો સમાવેશ થશે.
આ કાર્યક્રમમાં ગુજરાતની ઇન્ડસ્ટ્રિયલ ઇકોસિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણકારોને અનુકૂળ નીતિઓ અને ટકાઉ અને ટેકનોલોજી આધારિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથેની વાતચીત દરમિયાન ઔદ્યોગિક વિકાસના આગામી તબક્કા માટે રાજ્ય સરકારની તૈયારીઓ પર પણ પ્રકાશ પાડવામાં આવે તેવી અપેક્ષા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમેરિકા (US) અને કેનેડાની હાઇ-લેવલ ઇન્ટરનેશનલ ડેલિગેશનની મુલાકાત પૂર્ણ થયા બાદ આ 'કર્ટેન રેઝર' કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, કારણ કે ગુજરાત હવે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ૨૦૨૭ માટે પોતાની તૈયારીઓ ઓપ આપી રહ્યું છે.