Tue Sep 01 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો: પ્રકરણ-25

2026-08-16 09:09:00
Author: Anil Rawal
વ્હેંત છેટો મોતનો ઓછાયો: પ્રકરણ-25

 

 

 

 

 

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

 

`અબ્બુ-અમ્મી મેરી નઝરો સેં ઇતને ગીર ચુકે હૈ કિ મુઝે ઉનકી ડેડ બૉડીઝ ભી એક્સેપ્ટ નહીં કરને.'




 

`મારી પાસે એક પ્લાન છે...' રાધા બોલી ને રાઘવે એનો પ્લાન ધ્યાન દઈને સાંભળ્યો. અને એકપણ ક્ષણ ગુમાવ્યા વિના પ્લાન અમલમાં મુકાયો. 

 

રણછોડનું બાઇક ગુપ્તાની દુકાનની બહાર ઊભું રહ્યું. 

 

`ગુપ્તાજી, બાબુજી કે પીછે કૂછ કિરિયાકરમ, પૂજાપાઠ કરવાને હૈ... આસપાસ કે ગરીબ લોગોં કો ખાના ખિલાના હૈ... ઇસલિયે કૂછ સામાન લે જાના હૈ.'

 

`અચ્છી બાત હૈ.' ગુપ્તા બોલ્યો. રણછોડે લિસ્ટ કાઢીને આપ્યું. ગુપ્તા બોલતો ગયો. શંકર સામાન જોખતો ગયો. થેલા તૈયાર થયા. 

 

`વજન ઝ્યાદા હૈ... શંકર કો સાથ લે જાઉં?' રણછોડ બોલ્યો. 

 

`હાં હાં ક્યું નહીં. શંકર, જા સાથ ચલા જા' ગુપ્તાએ કહ્યું. રણછોડ પૈસા આપવા લાગ્યો.

 

`પૈસે કી જલદી નહીં. શંકર કે સાથ ભેજ દેના.' ગુપ્તા બોલ્યો. રણછોડે બાઇક સ્ટાર્ટ કર્યું. શંકર સામાન લઈને પાછળની સીટ પર બેઠો. 

**************************

 

ટોનીએ ફોન કરીને સુસાઇડની જાણ કરી કે તાબડતોબ આઇબી ચીફ રાઠૌડે ઝૈનાબને ફોન કર્યો.

 

`ઝૈનાબ, એક બૂરી ખબર હૈ. તુમ્હારે અબ્બુ-અમ્મીને સુસાઇડ કર લિયા.' 

 

સાંભળીને ઝૈનાબ અવાચક થઈ ગઈ. એક સૂનકાર પ્રસરી ગયો બન્ને વચ્ચે... થોડીવાર મૌન છવાયેલું રહ્યું.

 

આઇબી ચીફે મૌન તોડ્યું, `દોનોં કી ડેડબૉડી તુમ્હે સોંપ રહા હું. ઉનકી અરેસ્ટ ઔર સુસાઇડ કી બાત હમ તક રહેગી.' 

`સર, `અબ્બુ-અમ્મી મેરી નઝરો સેં ઇતને ગીર ચુકે હૈ કિ મુઝે ઉનકે ડેડ બૉડીઝ ભી એક્સેપ્ટ નહીં કરની.' ફરી સૂનકારે અવાજની જગ્યા ભરી દીધી. થોડી ક્ષણો પછી ઝૈનાબનો રોષપૂર્ણ... દર્દભર્યો અવાજ સંભળાયો: `સર, મરને સે પહેલે ઉન્હોને અજમલ કે બારે મેં કૂછ બતાયા?' 

 

`નહીં, કૂછ પૂછેં ઉસ સે પહેલે હી...' રાઠૌડે વાક્ય અધૂરું છોડ્યું.

 

`સર, મુઝે લગતા હૈ અજમલ ઇસ ગેમ કા બડા ખિલાડી ઔર સમંદર ખાન કા હુકમ કા પત્તા હૈ' ઝૈનાબે કહ્યું.

 

`ઉસકી અગલી ઔર આખરી ચાલ કા બહુત જલ્દ પતા ચલ જાયેગા.' રાઠૌડે ફોન કટ કરીને ટોનીને કૉલ લગાડ્યો.

 

`ડેડબૉડીઝ કો ઠીકાને લગાના હૈ' એમણે કહ્યું. 

 

`ઓકે બૉસ' જવાબ મળ્યો.

 

`રહેમત અલી કા મોબાઇલ ડિકોડ હુઆ?' એમણે પૂછ્યું.

 

`જલ્દ હો જાયેગા' ટોનીએ કહ્યું. ફોન કટ થયા.

************************

 

એ જ સાંજે ટોનીએ આઇબી ચીફને કૉલ કર્યો. અલબત્ત, એ વખતે આઇબી ચીફ નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરે બોલાવેલી ખાસ મીટિગમાં હતા. 

 

`એક્સક્યૂઝ મી... અર્જન્ટ' કૉલ કહીને ઊભા થઈને બહાર લૉબીમાં ગયા. 

 

`હેલો. સર, ટોની... સમંદર ખાન કા લોકેશન વેસ્ટ બંગાલ કે માલદા કા હૈ... રહેમત અલી ઔર સમંદર ખાન કે બીચ મેં બાત હુઇ થી.'

 

`સમંદર ખાનને કહા થા મહેમાન કો ડમેલજબે ગાંવ ભેજના હૈ, ફકીર આયેગા.

 

આપકી ખાતિરદારી કા અહેસાન રહેગા હમ પર. અલ્લા હાફીઝ' રહેમત અલીને સિર્ફ `જી જનાબ' ઇતના હી કહા થા....'

 

`ટોની યે ગાંવ કહાં હૈ... ગાંવ કા એસા નામ કભી સૂના નહીં...?' આઇબી ચીફ બોલ્યા.

 

`સર, પતા કરતા હું...' ટોનીએ કહ્યું.

 

`ઠીક હૈ...' ચીફ ફોન કરીને અંદર ગયા.

 

`રાઠૌડ, મેરે પાસ પાકિસ્તાન સે એક ઓર ખબર આઇ હૈ કિ માલદા બૉર્ડર સે જો ટેરરિસ્ટ નીકલા થા ઉસકા નામ અબુ અલ-કાસિમ હૈ. ઔર યે રહા ઉસકા સ્કેચ. બેજલમેડ કા ગોપાલેશ્વર મંદિર ટાર્ગેટ પર હૈ ઇસ બાત કો મેરે ઇસ એસેટને ભી ક્નફર્મ કિયા.' રોના ચીફ રવિ જયસ્વાલે સ્કેચ રાઠૌડને આપ્યો. રાઠૌડે સ્કેચ જોયો.

 

`મેરે પાસ લેટેસ્ટ ઇન્ટેલ યે હૈ કિ અજમલ કો કિસી ડમેલજબે ગાંવ ભેજા ગયા હૈ. લેકિન એસા કોઈ ગાંવ મેરે ધ્યાન મેં નહીં...'

 

`ડમેલજબે... ડમેલજબે... ડમેલજબે...' એસા કોઈ ગાંવ ધ્યાન મેં નહીં... બધા વિચારમાં પડી ગયા. અચાનક રાઠૌડ ઊભા થઈને વ્હાઇટ બોર્ડ પાસે ગયા. માર્કર પેન લઇને છુટ્ટા અક્ષરમાં `ડ મે લ જ બે' લખ્યું... પછી અક્ષરો ઉલટાવીને `બે જ લ મે ડ' લખ્યું. અન્ડરલાઇન કરીને બોલ્યા: `અસલ મેં યે બેજલમેડ હૈ. અજમલ અન્સારી કો બેજલમેડ ગાંવ કે ગોપાલેશ્વર મંદિર ભેજા હૈ ઔર અબુ અલ કાસિમ ઑલરેડી વહાં હૈ...'

 

`યે સ્કેચ ભી મેરી એસેટને ભેજા હૈ' રોના ચીફે બીજો સ્કેચ રાઠૌડને આપ્યો. 

 

રાઠૌડ સ્કેચ જોઈને `અજમલ અન્સારી.' 

 

`જી હા, યે વોહી... જિસકા સ્કેચ હમને સર્ક્યુલેટ કરવાયા થા. અજમલ અન્સારી પાકિસ્તાન કા હૈ ઔર ઉસકા અસલી નામ અહમદ અન્સારી હૈ' નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરે કહ્યું.

 

`યે બંદા કાફી સાલોં સે ભારત મેં ડૉક્ટર બન કર રહા... મિત્સુ આનંદને ઉનસે દોસ્તી કી જીનકે કારન સ્લીપર સેલ કો પકડને મેં આસાની હુઇ... ઔર અબ તુમ્હારી ઇન્ફર્મેશન કે હિસાબ સે અજમલ બેજલમેડ જાનેવાલા હૈ... મતલબ દો ઔર દો ચાર. અબુ અલ કાસિમ બેજલમેડ પહુંચ ચુકા હૈ ઔર અજમલ અન્સારી પહોંચેગા.' રોના ચીફે કહ્યું. 

 

`મિત્સુ આનંદ કો દોનો સ્કેચ ભેજતા હું' રાઠૌડે કહ્યું. 

 

`મિત્સુ કી કોઈ ખબર?' સિક્યૉરિટી ઍડ્વાઇઝરે પૂછ્યું. 

 

`સર, એક ટેરરિસ્ટ હૈ જિસ કી ગરદન મિત્સુ કે એક હાથ કી દૂરી પર હૈ. રાઠૌડે કહ્યું.

 

કૌન હૈ વો...' રોના ચીફે પૂછ્યું.

 

`અબુ અલ કાસિમ ઔર અજમલ અન્સારી કે અલાવા વહાં એક ઓર ટેરરિસ્ટ હૈ' રાઠૌડ બંને સ્કેચ જોતાં બોલ્યા.

**********************

 

રણછોડનું બાઇક બાબુજીના તબેલા પર જઈને ઊભું રહ્યું. રાઘવ અને રાધા એના સ્વાગત માટે તૈયાર હતાં. રાધા ઘાંસની ગંજીવાળા રૂમમાં છુપાઈને શંકરની ગન ચેક કરી રહી હતી ને રાઘવ બહાર ખાટલામાં લાંબો થઇને પડ્યો હતો. બાઇકનો અવાજ સાંભળીને એ ઊભો થઈ ગયો. 

 

`શંકર મેરે ભાઇ, તૂં આ ગયા?' એ બોલ્યો.

 

`સામાન ઝ્યાદા થા તો શેઠને બોલા... સાથ ચલે જાઓ' શંકરે સામાન ઉતારતાં કહ્યું.

 

`આ બૈઠ બૈઠ મેરે પાસ બૈઠ. ચા પી કર જાના. અરે રણછોડે, ચાય બના યાર શંકર આયા હૈ. શંકર શંભો. શંકર શંભો.'

 

`અભી લાયા. સબ કે લિયે ચાય, તાજે દૂધ કી' રણછોડ શંકરને જોતો અંદર ગયો.

 

`તેરે ગુપ્તા શેઠ બડે બોલે ઔર અચ્છે ઇન્સાન હૈ... તુઝે ઘર કે સદસ્ય કી તરહા રખતા હૈ' રાઘવ બોલ્યો.   

 

`બડે દયાલુ ભી હૈ...' શંકરે કહ્યું.

 

`હાં તુઝે કામ પર રખા... દુકાન મેં હી સોને-રહેને કી જગહ દી. કિતને સાલ સે રહે રહા હૈ તૂ...?' રાઘવે પૂછ્યું.

 

`કરીબ છેહ મહિના હુઆ રહેગા... લેકિન અબ મૈં ઝ્યાદા ટાઇમ નહીં રહુંગા....'

 

`હાં, કૌન યહાં ઝ્યાદા વક્ત રહનેવાલા હૈ... સબ કો એક દિન જાના હૈ...' પાછળથી આવીને ઊભી રહી ગયેલી રાધા બોલી.

 

`અરે મૅડમ, આપ યહાં કૈસે?' શંકરે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

 

`મૈં તુમ્હારી ગન દેને આઇ હું' રાધાએ ગન બતાવી. 

 

શંકર સટ્ટાક ઊભો થઈ ગયો. એણે રાઘવ અને પછી રાધા સામે જોયું. અત્યાર સુધી ભોળોભાળો બનીને રહેતા શંકરે અચાનક જાણે ત્રીજું નેત્ર ખોલ્યું. એની આંખમાં ખુન્નસ હતું. એનો ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો.

 

રાઘવે એને બેસાડતાં કહ્યુ: `અરે બૈઠ યાર... હમ સબ એક હૈ...'

 

`યે તુમ્હારે પાસ કહાં સે આઇ?' શંકરે રાઘવનો હાથ હડસેલતાં કહ્યું. 

 

`ઇસ મોબાઇલ સે તુમ કિસ કે સાથ બાત કરતે હો?' રાઘવે ખિસ્સામાંથી બર્નર કાઢ્યો.

 

`તૂમ લોગ કૌન હો... ઇસસે તુમ્હારા ક્યા મતલબ? મેરા ફોન વાપસ કરો' શંકર બરાડ્યો.

 

`દેખ ભાઈ યહાં તૂં અકેલા હૈ. મૅડમ જો પૂછતી હૈ ઉસકા જવાબ દે...' રાઘવે કહ્યું.

 

`મૈં અકેલા નહીં હું...' બોલીને શંકરે એના ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢ્યું. `મોબાઇલ વાપસ કરો.' એ બોલ્યો. એ જ વખતે ચાયનું જગ લઈને આવેલા રણછોડે મામલો પીછાણીને ગરમાગરમ ચાય શંકરના ચહેરા પર ફેંકી. રાઘવે ચીલ ઝડપ મારીને પાછળથી શંકરની ગરદન ઝાલી. રાધાએ ગન પકડેલો હાથ શંકરના હાથ પર માર્યો. શંકરના હાથમાંથી ચાકૂ પડી ગયું. રણછોડે ચાકૂ ઉપાડી લીધું. રાઘવ અને શંકર વચ્ચે ઝપાઝાપી શરૂ થઈ. શંકર રાઘવને મુક્કા મારવા લાગ્યો. રાઘવ આડા હાથ ધરીને બચતો બચાવતો રહ્યો. શંકર એના રૌદ્ર સ્વરૂપમાં હતો. રાધા અને રણછોડ જોતાં રહ્યાં. 

 

અચાનક રાઘવે બૂમ મારી: `રાધા ગોલી મત ચલાઓ...' શંકરે રાધા તરફ જોયું કે તરત જ રાઘવે એના પેટ પર લાત મારી. શંકર પાણીના હોજ જેવડા હવાડામાં પડ્યો. રાઘવ પણ એમાં પડ્યો. શંકરને બોચીએથી પકડીને પાણીમાં ડૂબાડવા લાગ્યો. શંકર વારેવારે બહાર નીકળી જતો હતો. એક તબક્કે શંકરે રાઘવને પાણીમાં ડૂબાડવાનું શરૂ કર્યું ને બાજી બદલાવા લાગી.

 

`મૅડમ, રાઘવ કી મદદ કરો...' રણછોડ બોલ્યો. 

 

`રાઘવ અકેલા કાફી હૈ.' રાધાનું ધ્યાન હવાડામાં હતું. અચાનક રાઘવે શંકરના પગ પકડીને એને ઉછાળ્યો. એણે શંકરને પકડીને પાણીમાં ડુબાડી રાખ્યો. શંકર બહાર આવવા તડપી રહ્યો હતો. રાધા અને રણછોડ એકબીજાની સામે જોતાં ઊભાં હતાં. થોડીવાર પછી રાઘવે શંકરના મૃતદેહને બહાર ખેંચ્યો. શંકરનો મૃતદેહ હવાડાના કાંઠા પર અડધો પાણીમાં અને અડધો બહાર હતો. રાઘવે બહાર આવીને રાધાને શંકરનો મૃતદેહ બતાવતાં કહ્યુ: `લોહીનું એક પણ ટીપું વહેવડાવ્યા વિના...'

 

રણછોડ દોડીને ટુવાલ લઈને આવ્યો. `રાઘવ ભૈયા, શરદી લગ જાયેગી.' રાધા હસી પડી. 

 

`અબ લાશ કા ક્યા કરેં?' રાધાએ લાશનો ફોટો પાડતાં પૂછ્યું. રાઘવે રણછોડની સામે જોયું. 

 

`થોડે દૂર ખેતી કી એક બંજર જમીન હૈ... માલિક આતા નહીં... કૂછ ઉગાતા નહીં...' રણછોડે કહ્યું. 

 

`હમ ઇસે ઉધર હી દફનાતે હૈ...' રાઘવ માથું લૂછતાં બોલ્યો.    
(ક્રમશ:)