Tue Aug 25 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-11

2026-05-10 08:51:24
Author: અનિલ રાવલ
વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-11

મુલ્લાને મુંહ ખોલા હૈ કી મંદિર મેં સાયલેન્ટ ધમાકા હોનેવાલા હૈ...

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

નક્કી ભન્નાલાલનું મર્ડર થયું છે. હું એને મળીને નીકળ્યો ત્યારે રસ્તામાં એક જણ બાઇક પર મને સામે મળ્યો હતો.... એ રાઘવ જ હોવો જોઇએ.

‘આ કામ રાઘવનું જ, મારે એમનું પોસ્ટ મોર્ટમ કરાવીને મોતનું કારણ જાણવું છે.’ રાધા બોલી.

‘હું ભન્નાલાલનું મર્ડર થયું હોવાની મને શંકા છે એવી પોલીસ ફરિયાદ કરું.....?’ જગદીશ બોલ્યો.

‘ના, આપણે કોઇએ પિક્ચરમાં નથી આવવું,’ રાધા બોલી.

‘રણછોડ પાસે આ કામ કરાવીએ તો....?’ પુરોહિતે કહ્યું.

‘જે કરો એ જલદી કરો...’ દેવીપ્રસાદે કહ્યું.

પુરોહિતે મોબાઇલ પર રણછોડને કોલ લગાડ્યો. સારી વારે એણે કોલ લીધો.

‘હેલો...’ એનો રડમસ અવાજ સંભળાયો કે તરત જ પુરોહિતે કહ્યું: ‘ભન્નાલાલ કા મર્ડર હોવે કા મન્ને પક્કો ડાઉટ હોવે....તૂ પોલીસ ફરિયાદ કર અને પોસ્ટમોર્ટમ કરાવ....’

રણછોડ દૂર ઊભો રહીને ભન્નાલાલની ભડભડ બળતી ચિતા જોઇ રહ્યો હતો. પુરોહિત ફોન પકડીને એના બોલવાની રાહ જોતો ઊભો રહ્યો. 

‘મન્ને પણ ડાઉટ હોવે, પણ હું એકલો છોરો..કઠે જાઉં...? કોને બોલું....?’ રણછોડે ચિતાની સામે પાર ઊભેલા રાઘવને કાતિલ નજરે જોઇને ફોન કાપી નાખ્યો.

‘બહુ મોડું થઇ ગયું....ભન્નાલાલજીનો અગ્નિસંસ્કાર થઇ ગયો.’ પુરોહિત બોલ્યો. રાધાએ ટેબલ પર મુઠ્ઠી પછાડી. પુરોહિતને પસ્તાવો થવા લાગ્યો કે એણે દેવીપ્રસાદજીને ભન્નાલાલ પાસે મોકલવાની ભૂલ કરી કે શું....દેવીપ્રસાદ ભન્નાલાલના મોત માટે ખુદને દોષી ગણવા લાગ્યા.

‘રાઘવને આમ ખુલ્લેઆમ ફરવા નહીં દેવાય.’ રાધા ઉકળી ઊઠી.

‘રાધા, દુશ્મન પર જીત મેળવવાની પહેલી શરત છે કલેજું ઠંડું રાખવું.....ઉતાવલા આદમી અપની રાહ સે ભટક જાતા હૈ.’ દેવીપ્રસાદે કહ્યું. 

‘કંઇક તો કરવું પડશે.  ફાઇનલ ડિસિઝન... ફાઇનલ સોલ્યુશન... લાસ્ટ ચાન્સ.’ રાધા બોલીને સડસડાટ નીકળી ગઇ.
***
નેશનલ સિક્યોરિટી એડ્વાઇઝર અભિજિત ભલ્લાએ રાબેતા મુજબ આઇબી ચીફ અભયસિંહ રાઠૌડ અને રોના ચીફ રવિ જયસ્વાલને ગોપાલેશ્વર મંદિર વિશેના છેલ્લામાં છેલ્લા અપડેટ્સ માગ્યા. 

‘સર, મેરી લેટેસ્ટ ઇન્ફર્મેશન કે હિસાબ સે ગોપાલેશ્વર મંદિર એરિયામેં તીન-ચાર ટેરરીસ્ટ પહોંચ ગયે હૈ.....વો લોગ ક્યા કરનેવાલે હૈ ઇનકી કોઇ ઇન્ટેલ અબતક નહીં મિલી....રાધા નઝર રખે હુએ હૈ....’ રોના ચીફે કહ્યું.

‘વહાં કિસી કો આઇડેન્ટીફાઇ કિયા?’ ભલ્લાએ પૂછ્યું.....

‘હાં સર, એક આદમી કા સ્કેચ બનાયા હૈ....ઔર હાં પુરાની દિલ્હી કી એક મસ્જિદ કે પાસ બૈઠે એક મુલ્લા કો હમને પકડા હૈ. મુલ્લાને મુંહ ખોલા હૈ કી મંદિર મેં સાયલેન્ટ ધમાકા હોનેવાલા હૈ. બટ જીસકી હમેં તલાશ હૈ વો અજમલ અન્સારી હાથ સે નીકલ ગયા હૈ.’ આઇબી ચીફે કહ્યું. 

અચાનક આઇબી ચીફના મોબાઇલની રીંગ વાગી...એમણે જોઇને કટ કર્યો. ફરી વાગી....ફરી કટ કર્યો.....

‘કૌન હૈ.....?’ નેશનલ સિક્યોરિટી એડ્વાઇઝરે પૂછ્યું. 

‘રાધા.....’ આઇબી ચીફે કહ્યું. 

‘ફોન ઉઠાઓ ઔર સ્પીકર પર રખો....’

‘સર, જિસકા મૈંને આપકો સ્કેચ ભેજા હૈ ઉસકો ખતમ કરના ઝરૂરી હૈ...મૈં હાથ પર હાથ ધરે બૈઠ નહીં સકતી....ઉસને એક નિર્દોષ કો મારા હૈ....’ રાધા એકીશ્વાસે બોલી રહી હતી.

‘હમેં ઉન લોગોં કે પ્લાન કો નાકિમયાબ કરના હૈ....ફિર સબ કો એક સાથ ખતમ કરેંગેં.’ આઇબી ચીફ બોલ્યા.

‘સર, મૈંને યહાં જો એસેટ તૈયાર કી હૈ ઉનકી જાન ઝોખમ મેં ડાલના ઠીક નહીં હૈ...’

‘એક દો લોગોં કી જાન બચાને કે ચક્કર મેં હમ હજારો-લાખો નિર્દોષો કી જિંદગી દાવ પર નહીં લગા સકતે,’ રાધા.

અભિજિત ભલ્લા વચ્ચે બોલ્યા: ‘રાધા, તુમ્હે ઠીક લગે વો કરો...જિસકો રાસ્તે સે ઉડાના હૈ ઉડા દો....ઓપરેશન કો અન્જામ તુમ્હે દેના હૈ...’ ભલ્લાએ પોતે ફોન કાપી નાખ્યો. રાધા નેશનલ સિક્યોરિટી એડ્વાઇઝરનો અવાજ સાંભળીને પહેલાં તો ચોંકી ગઇ હતી, પણ પોતાની તરફેણમાં કરેલી પોઝિટિવ વાતે ખુશ થઇ ગઇ હતી. રાધાને રાઘવને ખતમ કરવાનો ફ્રી હેન્ડ મળી ગયો હતો.  

‘સર, લેકિન....’ રાઠૌડ બોલવા ગયા પણ ભલ્લાએ એમની વાત કાપતા કહ્યું: ‘ફિલ્ડ મેં હર વક્ત સિચ્યુએશન બદલતી હૈ. વહાં કા મામલા કિતના ગંભીર હૈ વો સિર્ફ રાધા જાનતી હૈ. હમેં સિર્ફ ઇન્ટેલ પર કામ કરના હૈ......ફાઇન્ડ આઉટ ગોપાલેશ્વર મેં આખિર ક્યા હોનેવાલા હૈ.’ 
***
પુરોહિત શોક વ્યક્ત કરવાને બહાને ભન્નાલાલના ઘરે પહોંચ્યો ત્યારે રાઘવ અને રણછોડ સ્મશાનેથી પાછા આવી ગયા હતા. 

‘આમ અચાનક જ બાબુજીએ વિદાય લીધી...’ પુરોહિતે ખાટલા પર બેસતાં કહ્યું.

રાઘવ શું કહે છે એની રાહમાં રણછોડે એની સામે જોયું.

‘ઊંઘમાં જ ગયા.......રોજ વહેલા ઊઠી જનારા બાબુજી ઉઠ્યા નહીં એટલે હું અંદર જોવા ગયો. એમને ઢંઢોળ્યા, પણ.....’ રાઘવ બોલ્યો.

‘હું કમનસીબ.....છેલ્લીવાર વાત પણ ન કરી શક્યો.’ રણછોડે કહ્યું.

‘રાઘવ, સૂતા પહેલાં તારી સાથે પણ કોઇ વાત ન થઇ...? કંઇ બોલ્યા નહીં...? કોઇ ફરિયાદ ન કરી....?’ પુરોહિતે પૂછ્યું.

‘શેની ફરિયાદ...?’ રાઘવ ચમક્યો.

‘મતલબ કે એમની તબિયત બગડવાની કે છાતીમાં દુખવાની...’ પુરોહિત બોલ્યો.

‘એમની છાતી મજબૂત હતી....પવિત્ર આત્મા હતો.....સીધા સ્વર્ગમાં ગયા....’ ઢોંગી રાઘવના ખોખલા શબ્દો પુરોહિતને દઝાડી ગયા. રણછોડ ચીડાઇ ગયો. 

‘છેલ્લે બાબુજીને એમનું કોઇ સગુંવહાલું મળવા આવેલું....? કોઇ વાર એમની સાથે ગરમાગરમી થાય તો તબિયત બગડે...દિલ પર અસર પડે....’ પુરોહિતના શબ્દો સાંભળીને રાઘવ ચોંકી ઉઠ્યો. 

‘બાબુજીનું કોઇ સગુંવહાલું નહતું...જે હતા એ અમે બંને હતા....’ રણછોડ રડી પડ્યો. પુરોહિત એના વાંસા પર હાથ ફેરવવા લાગ્યો. 

‘ચાલો જેવી ઉપરવાલાની મરજી. કાલથી હું પોતે દૂધ લઇ જઇશ...’ પુરોહિતે કહ્યું.

‘ના, ના, હું આવીશ...રણછોડ બાબુજી પાછળના ક્રિયાકરમ કરશે.’ 

તરત જ રાઘવ બોલ્યો.

શોક વ્યક્ત કરવા આવેલા પુરોહિતે ટૂંકી વાતચીત દરમિયાન રાઘવના હાવભાવ....દેહભાષા જોઇ લીધા હતા.
***
‘જનાબ, શાકીબ મિયાંને આઇબી કે સામને મૂંહ ખોલ દિયા હૈ......મસ્જિદ સે મેરે નિકલને કે થોડી દેર મેં ઉસકો પકડ લિયા.’ અજમલ અન્સારીએ ધીમેથી મોબાઇલ પર આઇએસઆઇના અફસર સમંદર ખાનને માહિતી આપી.

‘સુવ્વર કા બચ્ચા...લગતા હૈ હમારી ટ્રેઇનિંગ કમ પડી...ક્યા બતાયા ઉસને...?’ આઇએસઆઇના સમંદર ખાને પૂછ્યું. 

‘સાયલેન્ટ ધમાકા....’ અજમલે કહ્યું. આઇએસઆઇના અફસરનો પિત્તો સાતમે આસમાને પહોંચી ગયો. 

‘અગર ઉસને સારા પ્લાન બતાયા હોગા તો હમારા ખેલ ખતમ...’

‘જનાબ, મુઝે નહીં લગતા...’ અજમલે કહ્યું.

‘આઇબી ઉસકી ઐસી હાલત કરેંગા કી ઉસકો જહન્નમ મેં ભી જગહ નસીબ નહીં હોગી...’ અફસરે કહ્યું.

‘જનાબ, અબ મૈં મસ્જિદ મેં નહીં રેહ સકતા....કૂછ ઔર જગહ ઢૂંઢની હોગી...’ અજમલ બોલ્યો.

‘તૂ તેરી માશુકા મિત્સુ કે ઘર મેં રુક સકતા હૈ.....મેહફૂસ જગહ હૈ તેરે લિયે.....’ આઇએસઆઇ સમંદર ખાને બોલ્યો ને અજમલના દિમાગમાં ઝબકારો થયો....

‘શુક્રિયા જનાબ...’ કહીને ફોન કાપી નાખ્યો. મિત્સુ આનંદ પાછી ફરી નથી...અને જેવી આવશે એવી હું એને ખતમ કરી નાખીશ એવું વિચારીને અજમલ અન્સારી રાત પડવાની રાહ જોતો રહ્યો. 
***
સાધુ કમલ કુંજની બહારના રસ્તા પર બેઠો હતો ને અચાનક એના ઝોલામાં રાખેલા મોબાઇલની રીંગ વાગી. ધરમસંકટમાં મુકાયેલા સાધુએ ઝડપથી મોબાઇલ સ્વિચ ઓફ કરી નાખ્યો. સામાન્ય રીતે સાધુ દિવસ દરમિયાન મોબાઇલ બંધ રાખતો પણ એ દિવસે ભૂલી ગયો હતો. મોબાઇલની રીંગે એને એલર્ટ કરી દીધો. એને થયું નક્કી કોઇ મહત્ત્વની વાત છે. સાવધ થઇ ગયેલો સાધુ સાવધ જગ્યા પરથી ઉઠ્યો નહીં. ભીડભાડ વિનાની જગ્યાએ જઇને ફોન પર વાત કરવાની ઉતાવળ બતાવી નહીં. અવ્વલ દરજ્જાના શિકારીની જેમ એ રાત પડવાની રાહ જોતો બેસી રહ્યો. 
***
સાધુ રાતે સીધો શંકરના મંદિરની પાછળના ભાગમાં ગયો જ્યાં એ સૂઇ રહેતો. એણે ઝટ દઇને મોબાઇલ કાઢ્યો. નંબર લગાવ્યો ને સામેથી ફોન ઊંચકાય એની રાહ જોતો રહ્યો. 

‘સાયલેન્ટ ધમાકે કી જલ્દબાઝી મત કરના... હોશિયાર રહના..... અપની પોઝિશન બનાયે રખો....’ આઇએસઆઇ અફસર સમંદર ખાનના અવાજે સાધુને ગહન વિચારમાં નાખી દીધો. એ કાંઇ પૂછે એ પહેલાં ફોન કટ થઇ ગયો. સાધુએ ગળામાંથી રુદ્રાક્ષની માળા ઉતારીને આંખે લગાડી....હોઠથી ચૂમીને તૂંબડીમાં મૂકી. એ મંદિરના આગળના ભાગમાં આવ્યો ને સામેના રસ્તા પરથી એક બાઇક પસાર થઇ.
***
અજમલ અન્સારી રાતે મિત્સુ આનંદના ફ્લેટમાં પ્રવેશ્યો. થોડા દિવસ પહેલાં એણે રફેદફે કરી નાખેલી ચીજવસ્તુઓ, ફર્નિચર, ચાદર ઓશિકા વગેરે સરખા ગોઠવવા લાગ્યો. 

રાધાના ફોનમાં એલર્ટ આવી. એણે ફોન ખોલ્યો....સ્ક્રીન પર નજર કરી. એ બેડ પરથી ઉછળીને ઊભી થઇ ગઇ. શિકાર ખુદ શિકારીના પાંજરામાં આવી ગયો હતો.

એણે બીજા મોબાઇલ પરથી આઇબી ચીફ અભયસિંહ રાઠૌડને કોલ કર્યો.

‘સર, અજમલ અન્સારી મેરે ફ્લેટ મેં હૈ.......’

 (ક્રમશ:)