Sat May 02 2026

Logo

આજનું રાશિફળ (28-03-26): આજે વરસશે શનિદેવની અસીમ કૃપા! આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-03-28 00:26:00
Author: Darshana Visaria
Article Image

મેષ: 

આજે શુક્રનું તમારી રાશિમાં ગોચર તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. આ દિવસે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે અને સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે, પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળજો. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે અને લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવાની સંભાવના છે. આજે તમે મિત્રો અને પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. નોકરી કરી રહેલાં જાતકોના કામની આજે પ્રશંસા થશે. નોકરી શોધી રહેલાં જાતકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 

 

વૃષભ: 

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેવાનો છે. શનિદેવની કૃપાથી અચાનક ધનલાભ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને જૂના મિત્રો સાથે મુલાકાત થવાની શક્યતા છે. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી, ખાસ કરીને ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. વૈવાહિક જીવનમાં આજે થોડો મતભેદ જોવા મળી શકે છે, પણ તમારે સાથે મળીને એનો ઉકેલ લાવવો પડશે. આજે કોઈ પણ કામ ખૂબ જ યોજના બનાવીને કરશો તો તેમાં સફળતા મળશે. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્વનો નિર્ણય લેશો. 

 

મિથુન: 

મિથુન રાશિના જાતકો માટે દિવસ મિશ્ર ફળદાયી રહેશે. કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે, પરંતુ સહકર્મીઓ સાથે નાની બાબતે વિવાદ થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે અને સાંજનો સમય પરિવાર સાથે પસાર કરવો તમારા માટે માનસિક શાંતિ આપનારો રહેશે. તબિયત થોડી નરમ ગરમ રહી શકે છે, જેને કારણે તમારે ડોક્ટરની સલાહ લેવી પડી શકે છે. આજે તમારી કોઈ ભૂતકાળની ભૂલ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શરે છે. ઘર-પરિવારમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હશે તો આજે તમારે એનો સાથે બેસીને મળીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો પડશે. 

 

કર્ક: 

આજે કર્ક રાશિના જાતકોએ પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાની યોજના બની શકે છે. વ્યવસાયમાં નવા રોકાણ માટે દિવસ અનુકૂળ છે, પરંતુ અનુભવી વ્યક્તિની સલાહ લેવી હિતાવહ રહેશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પ્રેમ જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, તેથી વાતચીતમાં નમ્રતા રાખવી. લાંબા સમયથી જો કોઈ કામ અટવાઈ પડ્યા હશે તો આજે એ કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો નબળો રહેવાનો છે. ઉતાવળમાં આવીને કોઈ પણ નિર્ણય લેવાથી બચો, નહીં તો તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. 

 

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જા, ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર રહેવાનો છે. આજે સિંહ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. આજે ભાગ્યનો પૂરો સાથ મળવાથી કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારી તક આવી શકે છે. વેપારમાં નફો વધવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિયતા વધશે અને માન-સન્માનમાં વધારો થશે. જૂના રોગમાંથી મુક્તિ મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે કામ માટે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકે છે. માતા-પિતા તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે. 

 

કન્યા: 

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવી રહ્યો છે. આજે એક પછી એક તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા માટે દિવસ આર્થિક આયોજન કરવાનો છે. શેરબજાર કે લોટરીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાની રાખવી. કાર્યસ્થળ પર વધારાની જવાબદારીઓ મળી શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. વાણી પર સંયમ રાખવો, નહીંતર બનેલા કામ બગડી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. વૈવાહિક જીવનમાં આજે મધુરતા જળવાઈ રહેશે. 

 

તુલા: 

તુલા રાશિના જાતકો માટે ભાગીદારીના કામમાં લાભ થવાના યોગ છે. જીવનસાથી સાથે કોઈ મહત્વના મુદ્દે ચર્ચા થઈ શકે છે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો દિવસ શ્રેષ્ઠ છે. મુસાફરીના યોગ બની રહ્યા છે જે આનંદદાયી રહેશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. કોર્ટ-કચેરીના કેસમાં આજે તમારો વિજય થશે. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો, પરંતુ બજેટનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. લાંબા સમય બાદ કોઈ મિત્રો સાથે મુલાકાત થશે. 

 

વૃશ્ચિક: 

આડનો દિવસ આ રાશિના જાતકોએ પોતાના વાણી અને વર્તન બંને પર સંયમ રાખવાનો રહેશે. રાજકારણમાં આગળ વધવા માંગતા લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. આજે તમારે તમારા શત્રુઓથી સાવધાન રહેવું પડશે. કાર્યક્ષેત્રમાં ગુપ્ત વિરોધીઓ તમારી છબી બગાડવાનો પ્રયત્ન કરી શકે છે. ખર્ચમાં વધારો થવાથી બજેટ ખોરવાઈ શકે છે, તેથી બિનજરૂરી ખર્ચ ટાળવો. કાયદાકીય બાબતોમાં સફળતા મળી શકે છે. લોન કે કરજ લેવાનું વિચારતા હોવ તો થોભી જવું તમારા હિતમાં રહેશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. 

 

ધન: 

ધન રાશિના જાતકો માટે દિવસ સફળતાદ અને ઊર્જાથી ભરપૂર રહેવાનો છે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો. લવ લાઈફમાં રોમાન્સ વધશે. નોકરીમાં પ્રમોશનના સંકેતો મળી રહ્યા છે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળશે અને ઘરમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. ભાઈ-બહેનના સંબંધોમાં આજે મજબૂતી જોવા મળી રહી છે. 

 

મકર: 

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકો માટે પણ આ સમય અનુકૂળ રહેવાનો છે. આજે તમારું ધ્યાન ઘરની સુખ-સુવિધાઓ પર રહેશે. ઓફિસમાં કામનું ભારણ વધી શકે છે, પરંતુ તમારી કુશળતાથી તમે તેને સમયસર પૂર્ણ કરશો. પિતા સાથેના સંબંધોમાં સુધારો થશે. નવી પ્રોપર્ટી લેવાના યોગ છે. માનસિક રીતે થોડી અશાંતિ અનુભવાય તો ધ્યાન કે યોગનો સહારો લેવો. વ્યવસાયમાં ધીમી પણ મક્કમ ગતિએ પ્રગતિ થશે. માતા-પિતાના આશિર્વાદથી લઈને આજે કોઈ પણ કામ કરશો તો તેમાં તમને ચોક્કસ જ સફળતા મળી રહી છે. 

 

કુંભ: 

કુંભ રાશિના જાતકો માટે દિવસ પરાક્રમમાં વધારો કરનારો રહેશે. ટૂંકા અંતરની મુસાફરી લાભદાયી સાબિત થઈ શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે. અચાનક કોઈ મોટી જવાબદારી આવી શકે છે જેને તમે સારી રીતે નિભાવશો. બેંકિંગ કે ફાઈનાન્સ ક્ષેત્રે જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ઘર-પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ રહી છે અને આજે તમે એમની સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. 

 

મીન: 

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો સારો રહેશે. આજે તમારે તમારી વાણીમાં સૌમ્યતા રાખવી, જેનાથી તમે મુશ્કેલ કામો પણ સરળતાથી કરી શકશો. આર્થિક રીતે દિવસ મજબૂત રહેશે અને જમા મૂડીમાં વધારો થશે. કૌટુંબિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. મહેમાનોના આગમનથી મન પ્રસન્ન રહેશે. આંખ કે ગળાને લગતી નાની સમસ્યા થઈ શકે છે, તેથી તકેદારી રાખવી. રોકાણ માટે દિવસ ઉત્તમ છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી શકે છે. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.

વધુ જુઓ...