મેષ:
મેષ રાશિના જાતકો માટે આજે બુધવારનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં થોડી વધુ મહેનત કરવી પડશે, પરંતુ બપોર પછી અનુકૂળ પરિણામો મળી શકે છે. આર્થિક બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો, છેતરાવાની શક્યતા છે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે, ખાસ કરીને જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. જૂની ઉધારી પરત મળવાના યોગ છે. સ્વાસ્થ્ય બાબતે આંખ કે ગળામાં સામાન્ય તકલીફ થઈ શકે છે, તેથી કાળજી રાખવી. સાંજનો સમય બાળકો સાથે પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થશે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ હસી-ખુશીઓ લઈને આવશે. આજે તમારી રાશિમાં ચંદ્રનું ભ્રમણ મન પ્રસન્ન રાખશે. અટકેલા સરકારી કે કાનૂની કાર્યોમાં સફળતા મળવાના મજબૂત યોગ છે. વેપારમાં નવી ભાગીદારી અથવા નવા કરાર કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે, જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધાર્યું પરિણામ મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને કોઈ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાની તક મળશે. સ્વાસ્થ્ય એકંદરે ઉત્તમ રહેશે અને જૂના દર્દોમાં રાહત અનુભવાશે.
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાનો રહેશે. આજે તમારે તમારા ગુસ્સા અને વાણી પર સંયમ રાખવાની જરૂર છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે કોઈ નાની વાત પર વિવાદ થઈ શકે છે, જે તમારી કામગીરી પર અસર કરી શકે છે. ખર્ચનું પ્રમાણ વધવાને કારણે બજેટ ખોરવાઈ શકે છે, તેથી બિનજરૂરી ખરીદી ટાળવી. પરિવારમાં કોઈ વડીલની તબિયત બગડવાની શક્યતા છે, જેની પાછળ દોડધામ થઈ શકે છે. માનસિક તણાવ ઓછો કરવા માટે ભગવાનની આરાધનામાં સમય વિતાવવો. મુસાફરી દરમિયાન સામાનની સુરક્ષા પ્રત્યે સાવધ રહેવું અને ઉતાવળે વાહન ચલાવવું નહીં.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક લાભનો સંકેત આપી રહ્યો છે. જૂના રોકાણોમાંથી સારો નફો મળવાની શક્યતા છે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળતા મન હર્ષિત થશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચાઓ થઈ શકે છે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે અને તમે ભવિષ્યની યોજનાઓ બનાવી શકશો. સામાજિક ક્ષેત્રે તમારો પ્રભાવ વધશે. સ્વાસ્થ્ય બાબતે કોઈ મોટી સમસ્યા નથી, પણ પેટની તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે.
સિંહ:
આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે પ્રગતિના દ્વાર ખોલનારો રહેશે. આજે કાર્યક્ષેત્રમાં તમારા પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે. રાજનીતિ કે સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ કોઈ મોટી સિદ્ધિ અપાવનારો સાબિત થઈ શકે છે. પિતા કે ઉચ્ચ અધિકારીઓના સહયોગથી તમારા જટિલ પ્રશ્નો હલ થશે. નવી મિલકત કે વાહન ખરીદવાની ઈચ્છા આજે ફળીભૂત થઈ શકે છે. વિરોધીઓ તમારી સામે નબળા પડશે. વેપારમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશો. સ્વાસ્થ્યની બાબતમાં હૃદયના દર્દીઓએ વધુ પડતા ઉત્સાહ કે તણાવથી બચવું જોઈએ. સાંજનો સમય આનંદદાયક રહેશે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે તેને સારી રીતે પૂરી કરશે.
કન્યા:
કન્યા રાશિના જાતકોનો ભાગ્યોદય થઈ રહ્યો છે, આજે ભાગ્ય આજે તમારી પડખે છે, જેનાથી અટકેલા કામો પૂર્ણ થવાની શરૂઆત થશે. ધાર્મિક યાત્રા કે પર્યટનનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાના પ્રયાસોમાં સફળતા મળશે. વ્યાપારિક દ્રષ્ટિએ નવા સંપર્કો ફાયદાકારક સાબિત થશે. વિદેશથી કોઈ સારા સમાચાર મળવાની પૂરી શક્યતા છે. સામાજિક કાર્યક્રમોમાં તમારી સક્રિયતા વધશે. પિતૃ પક્ષ તરફથી લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે તમે સ્ફૂર્તિ અનુભવશો. જૂના વિવાદોનો કાયમી ઉકેલ આવતા મન હળવું થશે અને આંતરિક શાંતિ મળશે.
તુલા:
તુલા રાશિના જાતકોના આત્મવિશ્વાસ અને સાહસમાં આજે વૃદ્ધિ થઈ રહી છે આજે તમારે થોડું સાવધ રહેવું પડશે કારણ કે માનસિક ચિંતામાં વધારો થઈ શકે છે. અચાનક આવનારા ખર્ચાઓ તમારી આર્થિક સ્થિતિને પ્રભાવિત કરી શકે છે. કાર્યસ્થળ પર કોઈના કાવતરાનો શિકાર ન બનો તેનું ધ્યાન રાખવું. અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાનું ટાળવું. પરિવારમાં મનદુઃખ ન થાય તે માટે શાંતિ જાળવવી. જોકે, સંતાનોનો સહયોગ તમારી મુશ્કેલીઓ ઓછી કરશે. વાહન કે મશીનરીના કામમાં ઈજા થવાની શક્યતા છે, તેથી સાવચેતી રાખવી. શારીરિક અશક્તિ અનુભવાય તો યોગ્ય આહાર અને આરામ લેવો.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. દાંપત્યજીવનમાં સુખ અને મધુરતા વધશે. જીવનસાથી સાથે કોઈ જૂના મતભેદ હતા તો તેનો અંત આવશે. ભાગીદારીમાં ચાલી રહેલા વ્યવસાયમાં આજે મોટો ધનલાભ થઈ શકે છે. જાહેર જીવનમાં તમારી લોકપ્રિયતા વધશે અને નવા મિત્રો બનશે. રોજગારની શોધમાં રહેલા યુવાનોને આજે નવી તક મળી શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. મન પ્રસન્ન રહેશે અને તમે ઉત્સાહ સાથે તમામ કાર્યો પૂર્ણ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. સાંજનો સમય કોઈ મનોરંજન કાર્યક્રમમાં વીતશે જે તમને તાજગી આપશે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો. આજે તમારા શત્રુઓ અને હરીફો નબળા પડશે, જેનાથી કાર્યક્ષેત્રમાં તમારો માર્ગ મોકળો બનશે. કાયદાકીયૂ ગૂંચવણોમાં તમારો પક્ષ મજબૂત જણાશે. લાંબા સમયથી ચાલી આવતી બીમારીમાં આજે નોંધપાત્ર સુધારો જોવા મળશે. આર્થિક રીતે દિવસ મધ્યમ છે, તેથી રોકાણના નિર્ણયો સમજી વિચારીને લેવા. નોકરી કરતા જાતકોને વધારાની જવાબદારી મળી શકે છે. મામા પક્ષ તરફથી કોઈ સહયોગ કે સમાચાર મળી શકે છે. વધુ પડતા કામના ભારણને કારણે માનસિક થાક લાગી શકે છે, તેથી યોગ્ય યોગ અને પ્રાણાયામ કરવા.
મકર:
મકર રાશિના જાતકો માટે રચનાત્મક કાર્યોમાં સફળતા મળવાનો દિવસ છે. પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે અને સંબંધો મજબૂત બનશે. શેરબજાર કે અટકળિયા વ્યવહારોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો નિષ્ણાતોની સલાહ અવશ્ય લેવી. વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં એકાગ્રતા વધશે અને ગુરુજનોનો સહયોગ મળશે. આર્થિક લાભ માટે નવી યોજનાઓ સફળ થશે. સંતાનની પ્રગતિથી ગૌરવ અનુભવશો. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. સાંજનો સમય કોઈ સર્જનાત્મક શોખ પૂરો કરવામાં વિતાવી શકો છો. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ રહ્યો છે.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. આજે પારિવારિક બાબતોમાં તમારે વધુ સમય ફાળવવો પડી શકે છે. મકાન કે જમીન સંબંધિત દસ્તાવેજોની બાબતમાં ઉતાવળ ન કરવી. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે, તેથી તેમની ખાસ સંભાળ રાખવી. કામકાજમાં મન ઓછું લાગશે અને માનસિક અશાંતિનો અનુભવ થશે. જોકે, ઓફિસમાં કોઈ સ્ત્રી સહકર્મીની મદદથી તમારું કામ હળવું બની શકે છે. બિનજરૂરી દલીલોથી દૂર રહેવું અને ઘરની આંતરિક બાબતો બહાર ન જણાવવી. આર્થિક રીતે ખર્ચ પર કાબૂ રાખવો. પ્રાણાયામ અને ધ્યાન કરવાથી તમને માનસિક રાહત મળશે.
મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજે તમારા પરાક્રમ અને આત્મવિશ્વાસમાં અદભૂત વધારો જોવા મળશે. નાના ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે અને તેમનો પૂરો સહયોગ મળશે. ટૂંકા અંતરની મુસાફરી લાભદાયક અને સુખદ રહેશે. લેખન કે કલા સાથે જોડાયેલા જાતકો માટે કોઈ મોટો મોકો મળી શકે છે. તમારી વાણીના પ્રભાવથી તમે અન્યને પ્રભાવિત કરી શકશો. આર્થિક દ્રષ્ટિએ દિવસ ઘણો સારો રહેશે અને આવક જળવાઈ રહેશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે અને મંદિરે જવાથી શાંતિ મળશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે પૂરી ઉર્જા સાથે કાર્ય કરશો.