Tue Sep 15 2026

Logo

મોબાઇલ ચોર્યાની શંકા પરથી યુવકની હત્યા: બે જણની ધરપકડ, 13ને તાબામાં લેવાયા

2026-06-06 20:33:50
Author: Yogesh D. Patel
મોબાઇલ ચોર્યાની શંકા પરથી યુવકની હત્યા: બે જણની ધરપકડ, 13ને તાબામાં લેવાયા

થાણે: થાણેમાં મોબાઇલ ચોર્યાની શંકા પરથી 23 વર્ષના યુવકની બેરહેમીથી પીટાઇ કરીને મોતને ઘાટ ઉતારવા બદલ બે મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા, જ્યારે 13 શકમંદોને તાબામાં લેવાયા હતા. થાણેમાં પોખરણ રોડ નંબર-2 ખાતે ગાંધીનગરમાં રહેતા દીપક જયસ્વારની શુક્રવારે વહેલી સવારે ઉપવન તળાવ નજીક બેરહેમીથી પીટાઇ કરવામાં આવી હતી. ટોળાએ કરેલી પીટાઇમાં ગંભીર ઇજા ઇજા પામેલા દીપકનું બાદમાં મૃત્યુ થયું હતું, જેને પગલે વર્તકનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. 

સિનિયર ઇન્સ્પેક્ટર સલીલ ભોસલેએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-પાંચ (વાગલે એસ્ટેટ) આ કેસની સમાંતર તપાસ કરી રહી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે પોલીસે બે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા હતા, જેઓ ગોરખપુર એક્સપ્રેસમાં ઉત્તર પ્રદેશ ભાગવાના પ્રયાસમાં હતા. બંનેની ઓળખ અજય દેવકીલાલ ગિરિ અને શિવા સંજય ગોસ્વામી તરીકે થઇ હતી. ટ્રેનમાં 13 શકમંદો પણ હાજર હતા, જેમને તાબામાં લેવાયા હતા. (પીટીઆઇ)