Wed Aug 26 2026

Logo

થાણેની લોજમાં પ્રેમિકાની ઓશિકાથી ગૂંગળાવીને હત્યા: યુવક પકડાયો

2026-07-22 17:36:45
Author: Yogesh D. Patel
થાણેની લોજમાં પ્રેમિકાની ઓશિકાથી ગૂંગળાવીને હત્યા: યુવક પકડાયો

Chatgpt Generated Image


થાણે: અન્ય પુરુષ સાથે કથિત સંબંધને લઇ થયેલા વિવાદ બાદ ઓશિકાથી ગૂંગળાવીને પ્રેમિકાની હત્યા કરવા બદલ યુવકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આરોપીની ઓળખ નંદકિશોર ગાડેકર (30) તરીકે થઇ હોઇ તેણે થાણે નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી લોજમાં મંગળવારે ગુનો આચર્યો હતો.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-1) બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે ભાંડુપની રહેવાસી મૃતક તેના પતિથી અલગ રહેતી હતી. 

ગાડેકરે પોલીસને જણાવ્યું હતું કે પતિથી અલગ રહેતી હોવા છતાં પાંચ વર્ષથી તેના મારી સાથે સંબંધ હતા. જોકે અન્ય પુરુષ સાથે પણ તેણે સંબંધ રાખ્યા હતા.
આરોપી તેને થાણેની લોજમાં લઇ ગયો હતો, જ્યાં ઓશિકાથી ગૂંગળાવીને તેની હત્યા કરી હતી અને બાદમાં તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

લોજનો કર્મચારી રૂમમાં ગયો ત્યારે મહિલા તેને મૃત અવસ્થામાં મળી આવી હતી. આથી કર્મચારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને આરોપીની શોધ ચલાવ્યા બાદ તેને ઝડપી પાડ્યો હતો.

(પીટીઆઇ)