Mon Oct 05 2026

Logo

આંધ્રપ્રદેશમાં પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવ્યા, પોલીસે તપાસ હાથ ધરી

2026-08-25 21:55:44
Author: Chandrakant Kanoja
આંધ્રપ્રદેશમાં પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવ્યા, પોલીસે તપાસ હાથ ધરી

આંધ્રપ્રદેશમાં એક રૂમમાં પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. જેના પગલે પરિવારે  સામૂહિક આત્મહત્યા કરી હોવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ બાબતને ગંભીર ગણીને તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

આત્મહત્યા પાછળ આર્થિક સંકટ જવાબદાર 

આ ઘટના મંગળવારના રોજ મલ્લિકાર્જુન સ્વામી મંદિર નજીક બડેરા ચોલ્ટ્રીમાં બની હતી. જેમાં લોજ રૂમમાં પરિવારના પાંચ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું છે કે  આ  શંકાસ્પદ સામૂહિક આત્મહત્યા પાછળ આર્થિક સંકટ જવાબદાર હોઈ શકે છે.

આ મૃતકોની ઓળખ આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના બાથલાપલ્લી ગામના રહેવાસી તરીકે થઈ છે. તેમાં ગોગુલા આદિલક્ષ્મી, માલેશ્વરી. પી. સુધાકર , શ્રીદેવી  અને મણિકાંતનો સમાવેશ થાય છે.

પરિવાર ઓટો-રિક્ષામાં યાત્રાધામ પહોંચ્યો હતો 

પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર 20 ઓગસ્ટના રોજ ઓટો-રિક્ષામાં યાત્રાધામ પહોંચ્યો હતો અને લોજના રૂમ નંબર 11 માં રોકાયો હતો. તેઓ બધા ઘણા દિવસોથી રૂમમાં હતા. તેની બાદ રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી અને લોજના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. 

ધાકર ઓટો રિક્ષા ચલાવીને આખા ઘરનું ગુજરાન ચલાવતો હતો

પોલીસે  ઘટનાસ્થળે પહોંચી પહેલા દરવાજો તોડ્યો હતો. જેમાં બાથરૂમની અંદર ત્રણ મહિલાઓના મૃતદેહ મળ્યા હતા. જ્યારે બે અન્ય વ્યક્તિઓ છતના પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસના આધારે  આત્મકુરના ડીએસપી રમણજનેયુલુએ જણાવ્યું હતું કે પરિવારે ગંભીર આર્થિક તંગીને કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. જેમાં કમાનાર સુધાકર ઓટો રિક્ષા ચલાવીને આખા ઘરનું ગુજરાન ચલાવતો હતો.