નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સિવિલ સર્વિસીસ એક્ઝામ (સીએસઈ) ૨૦૨૫ના ઉમેદવારોને ઓબીસી ક્રીમી-લેયર માપદંડ પરના 11 માર્ચના ચુકાદાની લાગુ પડવાની સ્પષ્ટતા માંગતી કેન્દ્રની અરજીની સુનાવણી માટે એક ખાસ ખંડપીઠની રચના પર વિચાર કરવા સંમતિ આપી હતી.
11 માર્ચના ચુકાદા પહેલા લાગુ કરાયેલા ઓબીસી ક્રીમી-લેયર નિર્ધારણના આધારે સીએસઈ-૨૦૨૫ માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા ભલામણ કરાયેલા ૯૫૮ ઉમેદવારની સેવા ફાળવણી સાથે ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનેલ ટ્રેનીંગ (ડીઓપીટી) સરકારને આગળ વધવાની મંજૂરી આપવા માટે દિશા નિર્દેશો માંગે છે.
દિવસની કાર્યવાહીની શરૂઆતમાં, કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી મોહનાની બનેલી ખંડપીઠને જણાવ્યું હતું કે ડીઓપીટી એ નિકાલ કરાયેલા મામલામાં એક છૂટક અરજી દાખલ કરી છે જેમાં કેટલાક તાત્કાલિક નિર્દેશો માંગવામાં આવ્યા છે અને તેને ન્યાયાધીશ પી.એસ. નરસિંહાની આગેવાની હેઠળની ખંડપીઠ સમક્ષ સૂચિબદ્ધ કરવાની રહેશે.
અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ જણાવ્યું હતું કે ન્યાયાધીશ નરસિંહા અને આર. મહાદેવનની બનેલી બેન્ચે ૧૧ માર્ચે આદેશ પસાર કર્યો હતો અને તાત્કાલિક છૂટક અરજીની સુનાવણી તે જ ખંડપીઠ દ્વારા થવી જોઈએ કારણ કે ન્યાયાધીશો હવે અલગ અલગ સંયોજનમાં બેસે છે.
"આપણે એક ખાસ ખંડપીઠની સ્થાપના કરવી પડશે," તેવું સીજેઆઈ એ કહ્યું હતું અને ઉમેર્યું હતું કે તેઓ ન્યાયાધીશો સાથે વાત કરશે અને ખંડપીઠની સ્થાપના કરશે.
ડીઓપીટીની અરજી "ભારત સંઘ વિરુદ્ધ રોહિત નાથન" નામના કેસમાં કોર્ટનો ચુકાદો, જેમાં કોર્ટે ૧૧ માર્ચે અન્ય બાબતોની સાથે, ઠરાવ્યું હતું કે ૧૪ ઓક્ટોબર, ૨૦૦૪નો સ્પષ્ટતા પત્ર ૮ સપ્ટેમ્બર, ૧૯૯૩ના ઓબીસી ક્રીમી લેયરની ઓળખને સંચાલિત કરતા ઓફિસ મેમોરેન્ડમને ઓવરરાઇડ કરી શકતો નથી." ઉપરથી ઊભી થાય છે .