થાણે: થાણેમાં બે અલગ અલગ ઘટનામાં 19 વર્ષના યુવક સહિત બે જણની હત્યા કરવામાં આવી હતી, જેને પગલે પોલીસે ત્રણ જણને ઝડપી પાડ્યા હતા.પોલીસ અધિકારીના કહેવા મુજબ ચિતલસર વિસ્તારમાં શાળાની નજીક બુધવારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ટોળાએ શસ્ત્રના ઘા ઝીંકી 19 વર્ષના યુવક સાહિલ પંચાલની હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે નજીવી બાબતે થયેલા વિવાદમાં સાહિલની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણ શકમંદને પૂછપરછ માટે તાબામાં લીધા હતા.
દરમિયાન હત્યાની બીજી ઘટના થાણેના તળાવપાડી વિસ્તારમાં બુધવારે રાતના નવ વાગ્યાની આસપાસ બની હતી. બની હતી. ત્રણ અજાણી વ્યક્તિએ 42 વર્ષના મુબારક ઉર્ફે મુન્ના શેખની માથામાં પથ્થર ઝીંકી હત્યા કરી હતી. નૌપાડા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ આરોપીની શોધ ચલાવાઇ હતી. મુબારક શેખની હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. (પીટીઆઇ)