પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે અંદાજે રૂપિયા 170 કરોડનું નુકસાન થયું હોવાની માહિતી જિલ્લા પ્રશાસને આપી હતી. આ નુકસાનમાં માત્ર જાહેર બાંધકામ વિભાગ હેઠળના રસ્તા, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓને 148 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં જિલ્લામાં પૂરના કારણે 20 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 22થી 24 જુલાઈ દરમિયાન પડેલા ભારે વરસાદમાં વધુ ત્રણ લોકોનાં મોત નોંધાયા હતા.
ભારે વરસાદને કારણે ખાસ કરીને વસઈ-વિરાર વિસ્તાર, પાલઘર, કેલવે અને સફાળેમાં વ્યાપક પૂર આવ્યું હતું. હજારો મકાનો, ઘરવખરી, અનાજ અને પશુધનને નુકસાન થયું છે. જિલ્લા કલેક્ટર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટીના અધ્યક્ષ ઈન્દુરાણી જાખડના માર્ગદર્શન હેઠળ નુકસાનના પંચનામા અને અસરગ્રસ્તોને આર્થિક સહાય આપવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. પ્રથમ તબક્કાના વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના 12 પાત્ર કાનૂની વારસદારોને અત્યાર સુધીમાં 48 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.
ઓથોરિટીના જણાવ્યા અનુસાર, પૂરથી અસરગ્રસ્ત 15,472 પાત્ર પરિવારોમાંથી 7,469 પરિવારોને અત્યાર સુધીમાં 3,66,31,575 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. મકાનોને થયેલા નુકસાન માટે 24,95,050 રૂપિયાની અને સંપૂર્ણપણે નાશ પામેલા 23 મકાનો માટે 2.23 લાખ રૂપિયાની મદદ આપવામાં આવી છે. આ ઉપરાંત અંશતઃ તૂટી પડેલા પાકા મકાનો માટે 19,27,370 રૂપિયાની અને કાચા મકાનો માટે 2.70 લાખ રૂપિયાનું વિતરણ કરાયું છે.
22થી 24 જુલાઈ દરમિયાન પાલઘર, તલાસરી અને ડહાણુ તાલુકામાં 7,503 મકાનોમાં પાણી ઘૂસી ગયું હતું, જ્યારે 690 મકાનોને નુકસાન થયાના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 3,450 પૂર સંબંધિત અને 26 માળખાકીય નુકસાનના પંચનામા પૂર્ણ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન પશુધનના 504 નુકસાનના કેસ નોંધાયા છે. પ્રથમ તબક્કાના વરસાદમાં પશુધનના નુકસાન બદલ 3.22 લાખ રૂપિયાની મદદ ચૂકવવામાં આવી છે.
પૂરથી વિસ્થાપિત થયેલા હજારો પરિવારોને મદદરૂપ થવા માટે જિલ્લા વહીવટીતંત્ર ઉપરાંત વિવિધ કોર્પોરેટ જૂથો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખાદ્યસામગ્રી, કપડાં, ચાદર અને અન્ય જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર ઈન્દુરાણી જાખડે જણાવ્યું કે સરકારી નિયમો મુજબ તમામ પાત્ર લાભાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવશે અને કોઈ પણ પાત્ર વ્યક્તિ સહાયથી વંચિત ન રહે તેની ખાતરી કર