Thu Jun 18 2026

Logo

યુદ્ધ વિમાન સુખોઇનો સંપર્ક તૂટ્યો: એર ફોર્સ

2026-03-05 22:24:49
Author: Mumbai Samachar Team
Article Image

 સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું 

ગુવાહાટી: ભારતીય વાયુ સેનાનું યુદ્ધ વિમાન સુખોઈ 30MKI ફાઈટર જેટ ફ્લાઈટ દરમિયાન જ ગુમ થયું છે. ભારતીય રડાર સિસ્ટમમાંથી સંપર્ક વિહોણું થયા બાદ એરફોર્સ વિભાગે સંપર્ક માટે દોડધામ શરૂ કરી દીધી હતી. 

આસામના ગુવાહાટીની એરસ્પેસમાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. Su-30 વિમાને આસામના જોરાહટ વિમાન મથકેથી ઉડાન ભરી હતી. 

રડારમાંથી ગાયબ

આસામના એરસ્પેસમાંથી ઉડાન ભર્યા બાદ વિમાન કર્બી આંગલોંગ જિલ્લાના આકાશમાં જોવા મળ્યું હતું. આ પછી રડારમાંથી તે અચાનક ગાયબ થઈ ગયું હતું. ગુવાહાટીના રક્ષા મંત્રાલયના રિપોર્ટ અનુસાર ફાઈટર એરક્રાફ્ટ રડારના સંપર્કમાંથી એકાએક રીતે ગાયબ થઈ ગયું હતું. રડારથી સંપર્ક તૂટયા બાદ કંટ્રોલરૂમમાંથી ફરી સંપર્કમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વાયુસેનાએ ટેક્નિકલ તથા અન્ય રીતે સર્ચ ઑપરેશન શરૂ કરી દીધું છે. 

અન્ય ટીમને એલર્ટ કરાઈ

આ ઘટના સામે આવ્યા બાદ ભારતીય વાયુ સેનાની અન્ય એક ટુકડીને સર્ચ ઑપરેશન હેતું રવાના કરવામાં આવી હતી. લાસ્ટ લોકેશનના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ક્યા કારણોસર સંપર્ક તૂટ્યો એ અંગે તપાસ ચાલું છે. વિમાન સંપર્ક વિહોણું થતાં જ કંટ્રોલ રૂમમાંથી ટીમ એલર્ટ થઈ ગઈ હતી. યુદ્ઘના ધોરણે વિમાનની તપાસ કરવા ટેકનિકલ સોર્સ કામે લગાડ્યા હતા. ખાસ તો લોકેશન ટ્રેસ કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ એ પણ સ્પષ્ટતા કરી કે, કઈ પરિસ્થિતિમાં વિમાન સંપર્કવિહોણું થયું એ કહી શકાય એમ નથી. 

સૌથી શક્તિશાળી વિમાન

ભારતીય વાયુ સેનામાં સુખોઈ વિમાનને સૌથી શક્તિશાળી વિમાન માનવામાં આવે છે. આસામ એરસ્પેસથી નજીક ચીન બોર્ડર આવેલી છે. હાલમાં ભારતીય વાયુ સેનામાં 272 સુખોઈ 30 વિમાન છે. જેનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2002માં પહેલીવાર રશિયાએ ભારતને સુખોઈ-30 વિમાન આપીને સૈન્ય શક્તિને વધુ મજબૂત બનાવી હતી. ખાસ કરીને એર ડિફેન્સ, ગ્રાઉન્ડ અટેક અને લાંબા અંતરના યુદ્ઘ માટે આ વિમાન અતિ ઉપયોગી છે.