Sun Oct 04 2026

Logo

એનસીપી (SP)માં ભંગાણના દાવા પર શરદ પવાર અને સુપ્રિયા સુળેએ તોડ્યું મૌન

2026-06-25 20:54:39
Author: Mumbai Samachar Team
એનસીપી (SP)માં ભંગાણના દાવા પર શરદ પવાર અને સુપ્રિયા સુળેએ તોડ્યું મૌન

પુણે: અહીંયા મીડિયા સાથે વાતચીત દરમિયાન NCP (SP) પ્રમુખ શરદ પવાર અને કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ ધર્મરાવ આત્રામના દાવાને સખત શબ્દોમાં નકારી કાઢ્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી -એસપી)ના અધ્યક્ષ શરદ પવાર અને પક્ષનાં કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના પક્ષનો કોઈપણ સંસદ સભ્ય હરીફ જૂથમાં જશે નહીં.

પિતા - પુત્રી એનસીપીના વિધાન સભ્ય ધર્મરાવ આત્રામના દાવા પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. આત્રામએ દાવો કર્યો હતો લે  શરદ પવારના પક્ષના આઠમાંથી પાંચ સંસદ સભ્ય ડિસેમ્બર સુધીમાં સુનેત્રા પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ જશે. 'એક પણ સંસદ સભ્ય કે વિધાન સભ્ય પક્ષપલટો નહીં કરે,' એમ શરદ પવારે જણાવ્યું હતું.

બારામતીનાં લોકસભા સભ્ય સુલળેએ કહ્યું હતું કેએનસીપી (એસપી)ના આઠેઆઠ સભ્ય પક્ષ સાથે છે. આત્રામ કદાચ વધુ જાણતા હશે. મને કોઈ ખ્યાલ નથી. અમે આઠ સંસદ સભ્ય ગઈકાલે એક હતા, આજે એક છીએ અને કાલે પણ એક રહીશું. જો બાબા  આત્રામ પાસે પાંચ એમપીની યાદી હોય તો તેમણે નામ જાહેર કરવા જોઈએ.'

મહારાષ્ટ્રમાં શરદ પવારના પક્ષના સાથી પક્ષ શિવસેના (યુબીટી)ના છ સંસદ સભ્ય એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શાસક શિવસેનામાં જોડાઈ રહ્યા છે તે દરમિયાન આ દાવો આવ્યો છે.