જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલા એશિયન ગેમ્સ 2026માં 26 સપ્ટેમ્બરના દિવસની શરૂઆત ભારત માટે ખૂબ જ ઐતિહાસિક રહી, જેમાં ભારતીય સેનાના જવાન સાવન બરવાલે મેરેથોનમાં સિલ્વર મેડલ પોતાના નામ કર્યો. સાવને પુરૂષ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતવાની સાથે નવો નેશનલ રેકોર્ડ પણ બનાવી દીધો. વળી, આ ઉપરાંત ભારત માટે એશિયન ગેમ્સમાં પુરૂષ મેરેથોનની ઇવેન્ટમાં 44 વર્ષ પછી આ પહેલો પદક છે. ભારતે અગાઉ એશિયન ગેમ્સમાં મેરેથોનમાં વર્ષ 1982ની એશિયન રમતોમાં પદક જીત્યો હતો. સેનાના 28 વર્ષના ખેલાડી બરવાલે 2 કલાક 11 મિનિટ 37 સેકન્ડમાં 42.195 કિલોમીટરની મેરેથોન પૂરી કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.
સાવન ફક્ત 48 સેકન્ડમાં ગોલ્ડથી ચૂક્યો
મેરાથોન ઇવેન્ટમાં સાવન બરવાલે જ્યાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો તો બીજી તરફ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જાપાનના ઇચિતાકા યામાશિતાએ જીત્યો જેમણે સાવનથી 48 સેકન્ડ પહેલા આ મેરેથોન પૂરી કરી તો ચીનના પેઇયૂ ફેંગ 2 કલાક 12 મિનિટ 13 સેકન્ડમાં ત્રીજા સ્થાને રહ્યા. એશિયન ગેમ્સમાં મેરેથોનમાં આ પહેલા વર્ષ 1982માં દિલ્હીમાં હોસુર કુક્કાપ્પા સીતારને ભારતને કાંસ્ય પદક અપાવ્યો હતો. બરવાલ એશિયાઇ ગેમ્સ મેડલ મેળવનારા ચોથા ભારતીય બન્યા. આની પહેલા દિલ્હીમાં 1951માં પ્રથમ એશિયન ગેમ્સમાં છોટા સિંહે ગોલ્ડ અને સૂરત સિંહ માથુરે કાંસ્ય પદક જીત્યો હતો. બરવાલે 5000 મીટર, 10000 મીટર અને હાફ મેરાથોન દોડ્યા બાદ આ વર્ષે મેરાથોનમાંક પદાર્પણ કર્યું હતું. એપ્રિલમાં બરવાલે રોટરડમમાં એનએન મેરાથોનમાં શિવનાથ સિંહનો 48 વર્ષ જુનો 2 કલાક 11 મિનિટ 58 સેકન્ડનો નેશનલ રેકોર્ડ તોડ્યો હતો.
મારુ લક્ષ્ય મેડલ જીતવાનું હતુ
સાવન બરવાલે સિલ્વર મેડલ જીત્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મારું લક્ષ્ય પદક જીતવાનું હતું, પોતાનો રેકોર્ડ સુધારવાનું નહીં, પરંતુ આ પણ રાષ્ટ્રીય રેકોર્ડ છે. મને ખુશી છે કે આટલા લાંબા સમય પછી દેશ માટે પદક જીતી શક્યો. મારું લક્ષ્ય 39.40 કિલોમીટર સુધી પહેલા ગ્રૂપમાં રહેવાનું હતું. હું પહેલા ગ્રૂપમાં રહ્યો અને છેલ્લી એક-બે કિલોમીટરમાં ફિનિશ કરવાનો નિર્ણય લીધો. આખરે 38.37 કિલોમીટરમાં માત્ર ત્રણ જ રનર હતા. મેં એકસરખી ગતિ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના બરવાલના પિતા દિલ્હીમાં ડ્રાઈવરનું કામ કરતા હતા અને માતા સુભદ્રા દેવી ગૃહણી છે. સુનીલ બરવાલે વર્ષ 2019માં સ્પોર્ટ્સ કોટાથી પોતાના ભાઈ સાથે ભારતીય સેનામાં જોડાણ કર્યું હતું.