Tue Apr 28 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ ત્વચાની સુંદરતા માટે ફાયદાકારક સેલિસિલિક એસિડ ને લેકટીક એસિડ...

2026-04-28 12:17:00
Author: Dr. Harsha Chhadva
Article Image

ડૉ. હર્ષા છાડવા

સૌદંર્ય સદૈવ આનંદ આપે છે. સુંદરતા એ બધા જ મનુષ્યોને આકર્ષિત કરવાની પ્રબળ શક્તિ હોય છે. શરીર આંતરિક રીતે શુદ્ધ કરો તો જ બાહ્ય સુંદરતા આકર્ષક હશે. ક્રીમ, લોશન કે કોઇ દવા સુંદરતા વધારતી નથી આની માટે યોગ્ય આહારની જરૂર હોય છે. ત્વચાને આકર્ષક બનાવવા માટે શરીરમાં આવશ્યક તત્ત્વો લેવા જરૂરી છે. કોઇ પણ ઊણપના લક્ષણ ત્વચા પર જલદી દેખાઇ આવે છે. બાહ્ય સૌદંર્ય ખરાબ થવાનું કારણ આંતરિક અવયવોમાં અવ્યવસ્થા થવી તે છે.

આકર્ષક ત્વચા માટે સેલિસિલિક એસિડ અને લેકટીક એસિડની જરૂર પડે છે. ખીલ મસ્સા, સોરયાસિસ, દાગ, ધબ્બા, ફોડા વગેરેની સમસ્યા દૂર કરવા માટે યોગ્ય આહારની જરૂરિયાત પડે છે. બાહ્ય ઉપચાર પણ કુદરતી વસ્તુઓથી જ કરવા જોઇએ. સેલિસિલિક એસિડ એક બીટા-હાઇડ્રોકસી છે જે ત્વચાના રોમછિદ્રોમાં ઊંડાણ સુધી જઇ મૃત કોશિકા અને અધિક તેલને દૂર કરે છે. તેમ જ ત્વચાની આસપાસના સોજા ને પણ હટાવે છે. સૂકકી ત્વચાને તેજવાન બનાવે છે. ખંજવાળની સમસ્યા પણ હટાવે છે. ઘણીય ખાદ્ય સામગ્રીમાં આ એસિડનો સ્રોત મળી રહે છે.

લેકટીક એસિડ આ એક કાર્બનિક અમ્લ છે જે શરીરમાં ઊર્જા આપવાનું કામ કરે છે. જે કાર્બોહાઇડ્રેડના પાચનથી બને છે. જયારે ઓકિસજન ઓછું ત્યારે તે વધારવાનું કામ કરે છે. આ માંસપેશી અને રક્ત કોશિકાઓમાં નિર્માણ પામે છે. વધુ ચાલવાની કે વધુ કામ વ્યક્તિ કરે ત્યારે ચયાપચન દરમ્યાન ઊર્જા આપવાની ભૂમિકા બજાવે છે. ત્વચાને ઊર્જા આપવાની ક્ષમતા ધરાવે છે. 

આ એસિડ અલ્ફા હાઇડ્રોકસી એસિડ છે જે ત્વચાને લચીલાપણું અને કોમળતા આપે છે. વધુ પડતું એસિડ જમા થઇ જતાં સમસ્યા થાય છે. તેથી આનું નિયત્રંણ હોવું જરૂરી છે. દૂધનું પાચન કરી તે દહીં બનાવે છે. મૃત કોશિકાને હટાવે છે અને ત્વચાની નમી બનાવી રાખે છે. તેમ જ ત્વચાને ચમકદાર બનાવે છે. ભોજનનું પોષણ મૂલ્ય વધારે છે. જેથી આંતરડામાં સંક્રમણ નિયંત્રિત થાય છે અને કોલેસ્ટ્રોલ સીરમનું સ્તર પણ નિયંત્રિત થાય છે. 

જયારે થાયમીન (વિટામિન બી-1)ની ઓછપને કારણે લેકટીક એસિડ વધુ બને છે. આ એસિડનું  નિયંત્રણ ન થાય તો કમજોરી થકાન, ઊર્જાની કમી, ભ્રમ ભટકાવ થાય છે અને ઓકિસજનની ઓછપ થાય છે. લેકટીક એસિડનું પાચન લીવર અને કીડની કરે છે આનો ઉપયોગ ગ્લુકોનિયોજેનેસિસમાં કરવામાં આવે છે. યોગ્ય પાચન થવું જરૂરી છે.

સેલિસેલિક એસિડ ઘણાંય ખાદ્ય પદાર્થમાં હાજર છે. એપ્રીકોટ (જરદાલુ) બ્લેકબેરી (શેતુર) બ્લુબેરી, બોયસેન બેરી, (બફેલા બેરી), કેન્ટાલૂપ ચેરી, કાળીદ્રાક્ષ, ખજૂર, ફેશદ્રાક્ષ, પેરૂ, લોંગન બેરી, (લાલ રંગની), ઓરેન્જ, પાઇનેપલ, રાસબેરી, લાલ મોટી દ્રાક્ષ, સ્ટ્રોબેરી, સુલતાના (મોટી કીસમીસ), યંગબેરી (કાળીબેરી) આ બધામાં લગભગ એક એમ. જી. જેટલું છે.

એપલ, એવાકાડો, અંજીર,  ગ્રેપફૂટ (પપનસ), મલબેરી, પીચ, લીચી, પ્લમ, કલિંગર, પેશનફૂટ, મેંગો, દાડમ, મલબાર આમલી, પેર, બનાના, બાંબૂ, બૂસેલસ્પ્રાઉટ, સેલરી, લીકભાજી, ગાજર, બીટ, મશરૂમ, પમકીન, કોબી, લસણ, કાંદા, તાજુ માખણ, જીરું, આદું, ચક્રીફૂલ, મધ, હળદર, વરિયાળી જેવી ખાદ્ય વસ્તુઓમાં મળી રહે છે. લેકટીક એસિડ, દહીં, દૂધ, છાસ, પનીર, ચીઝ, ઇડલી, ઢોસા, હાંડવો, ઢોકળા, ઓર્ગેનિક અથાણા વગેરેમાં મળી રહે છે.

આ બધા ખાદ્ય-પદાર્થ ત્વચાને સ્વસ્થ બનાવે છે. આ પૌષ્ટિક આહાર, પ્રદૂષણ, કેમિકલ અને હાનિકારક બેકટેરિયાથી ત્વચાને બચાવે છે. ત્વચા પર ચકમા થવા, સોજા, ખંજવાળ અને ચામડીની બિમારીઓથી બચાવે છે. અંદરના અવયવોની એટલે કે આંતરિક ત્વચા પર થતા સંક્રમણ ગાંઠો, જખમ, સોજા, અલ્સર, લટકતી ત્વચાને  માટે જરૂરી પોષણ આ ખાદ્ય પદાર્થથી મળી રહે છે. ઘણીવાર ત્વચા પરની સંવેદના એટલે કે ઠંડું ગરમ કે દુ:ખાવો જણાતો નથી, ત્વચા મૃત થઇ  જાય છે. વિટામિનની કમીને કારણે આ પરિસ્થિતિમાં આંતરિક સંભાળ વધુ જરૂરી  બની જાય છે. ત્વચા સુરક્ષિત રહે તો જ અંદરના અવયવો પણ સુરક્ષિત  રહે છે.

ખરાબ ખાદ્ય-પદાર્થને કારણે ત્વચા સંક્રમણ થાય છે અને તે ધીરે ધીરે આંતરિક ત્વચા પર અને પછી અવયવોને નુકસાન થાય છે. ઘણીયવાર ત્વચા પરના વાળ ખરી જાય છે. જેથી સંક્રમણ થાય છે. ત્વચા લાલ અને નિસ્તેજ બની જાય છે. તેને એલોપેસિયા અરેટા કહેવાય છે. આ બીમારી વધુ પડતી એસિડિટીના કારણે થાય. થોડાક તડકામાં જતાં જ ત્વચામાં બળતરા થાય છે. ઘણીવાર રેસૈસિયા થાય છે. જેમાં ત્વચા લાલ જાડી થાય અને પછી પસવાળા દાણાઓ નીકળી આવે છે. જે શરીરને કદરૂપુ કરી નાખે છે. આ બધી વ્યાધિઓનું સ્વરૂપ મોટું થાય અને નાઇલાજ બીમારી થાય છે. તેથી પહેલા જ યોગ્ય આહાર વિહાર જરૂરી છે.