Wed Aug 19 2026

Logo

શું રોજ તાંબાની બોટલમાંથી પાણી પીવું સુરક્ષિત છે? જાણો આયુર્વેદ અને સાયન્સનો સાચો જવાબ!

2026-08-10 15:27:55
Author: Darshana Visaria
Article Image

આયુર્વેદમાં પ્રાચીન સમયથી જ તાંબાના (Copper) વાસણમાં રાખેલું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આજકાલ લોકો ઘરમાં તાંબાની બોટલ કે જગનો ઉપયોગ મોટા પાયે કરી રહ્યા છે. તાંબામાં રહેલા કુદરતી એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણો પાણીને શુદ્ધ કરે છે અને શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ શું રોજ અને આખો દિવસ માત્ર તાંબાનું જ પાણી પીવું સુરક્ષિત છે? આવો જાણીએ તેની પાછળનું સાચું વિજ્ઞાન અને આયુર્વેદિક દ્રષ્ટિકોણ.

તાંબાના વાસણમાં પાણી પીવાના મુખ્ય ફાયદાઓ:
પાચનતંત્રમાં સુધારો: તાંબાનું પાણી પાચનક્રિયાને મજબૂત બનાવે છે. તે પેટની બળતરા, ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યાઓમાંથી રાહત આપે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો: તાંબામાં રહેલા મિનરલ્સ શરીરમાં ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે અને વાયરલ ચેપ સામે લડવામાં મદદ કરે છે.
વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ: તાંબાનું પાણી શરીરના મેટાબોલિઝમને ઝડપી બનાવે છે, જેનાથી ચરબી ઓગળવામાં મદદ મળે છે.
ત્વચા માટે ગુણકારી: તાંબામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચા પર ઉંમરની અસરને ધીમી કરે છે અને ત્વચામાં ચમક લાવે છે.
સાંધાના દુખાવામાં રાહત: તાંબામાં રહેલા બળતરા વિરોધી ગુણો સંધિવા (Arthritis) અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.

તાંબાનું પાણીનું સેવન કરવાની સાચી રીત:
તાંબાના વાસણમાંથી પૂરો ફાયદો મેળવવા માટે પાણીને ઓછામાં ઓછા ૮ થી ૧૨ કલાક સુધી તાંબાના વાસણમાં રાખવું જરૂરી છે. તેથી રાત્રે તાંબાની બોટલ કે રાંઝણમાં પાણી ભરીને મૂકી દેવું અને સવારે ખાલી પેટે તે પીવું સૌથી વધુ ફાયદાકારક ગણાય છે.

શું રોજ અને આખો દિવસ તાંબાનું પાણી પીવું યોગ્ય છે?
આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને અનુસાર, કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક હોઈ શકે છે. જો તમે આખો દિવસ માત્ર તાંબાનું જ પાણી પીઓ છો, તો શરીરમાં તાંબાનું પ્રમાણ જરૂર કરતાં વધી શકે છે. આનાથી ઉલટી, બૈચેની, પેટમાં દુખાવો કે લીવર-કિડની પર દબાણ આવી શકે છે. 

આ ઉપરાંત તાંબાના વાસણમાં ક્યારેય લીંબુ પાણી, દૂધ, છાશ કે કોઈ પણ ખાટી વસ્તુઓ ન ભરવી. તાંબુ એસિડ સાથે પ્રક્રિયા કરીને ઝેરી તત્વ (Toxin) બનાવી શકે છે. નિષ્ણાતોના મતે દરરોજ સવારે એકથી બે ગ્લાસ તાંબાનું પાણી પીવું પૂરતું છે. સતત બે ત્રણ મહિના પીધા પછી એકાદ મહિનાનો બ્રેક લેવો વધારે હિતાવહ છે.