Sun Aug 30 2026

Logo

‘PM મોદી પર દબાણ કરવું અશક્ય’, રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુએસ પ્રમુખ ટ્રમ્પને આપી ચેતવણી

Moscow   2026-06-05 08:34:00
Author: Vimal Prajapati
‘PM મોદી પર દબાણ કરવું અશક્ય’, રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુએસ પ્રમુખ ટ્રમ્પને આપી ચેતવણી

મોસ્કોઃ રશિયા ગમે તેવી સ્થિતિમાં પણ ભારતનો સાથ આપતું આવ્યું છે. હવે ફરી એકવાર રશિયાએ જાહેરમાં ભારતને સમર્થન આપ્યું છે, એટલું જ નહીં પરંતુ સાથે અમેરિકાને ધમકી પણ આપી છે. ભારતની વિદેશ નીતિ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચેતવણી આપી છે. રશિયા ભારતનો પોતાનો સૌથી સારો મિત્ર માનો છે. પુતિને ભારતને સંપ્રભુ દેશ, પોતાનો સૌથી સમજદાર મિત્ર અને વિશ્વાસપાત્ર સહયોગી દેશ કહ્યો છે. ભારતના વિશ્વન સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. જેથી ભારતને ધમકી આપવી કે તેના પર દબાણ કરવું તે અમેરિકાને ભારે પડી શકે છે. 

પીએમ મોદી પર દબાણ કરવું એ બેકાર સાબિત થયુંઃ પુતિન

ભારત અને રશિયા વર્ષોથી એકબીજાનો સાથે આપતા આવ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે પણ ભારત પર દબાણ કરવાનું શરૂ કર્યું છે, ત્યારે રશિયાએ વચ્ચે પડીને ભારતનો સાથ આપ્યો છે. પુતિને કહ્યું કે, અત્યારે પશ્ચિમના દેશો, ખાસ કરીને અમેરિકા રશિયા અને ભારતના સહયોગ પર દબાણ નાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ પીએમ મોદી પર દબાણ કરવું એ બેકાર સાબિત થઈ રહ્યું છે. તેના કારણે અમેરિકાને જ નુકસાન થઈ રહ્યું છે. ભારત અને રશિયાના સંબંધો ખૂબ જ મજબૂત છે અને તે વિશ્વાસ પર ટકેલા છે. આ સંબંધોને કોઈ અન્ય દેશ પ્રભાવિત કરી શકે તેમ નથી. અમેરિકામાં પણ ભારત અને રશિયાના આ સંબંધને તોડી શકશે નહીં.

 

રશિયન રાષ્ટ્રપતિએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન પુતિને ભાર, અમેરિકા અને પાકિસ્તાનને લઈને પણ પોતાના વિચાર વ્યક્ત કર્યાં હતાં. તેમણે કહ્યું કે, જો અન્ય દેશો સાથે ભારતનો સહયોગ વધે છે તો તે રશિયા સાથેના તેના દ્વિપક્ષીય સંબંધો માટે ખતરો નથી. અમેરિકાએ ક્રૂડ ઓઈલને લઈને ભારત પર દબાણ બનાવ્યું છે, પરંતુ તેનાથી રશિયા સાથેના ભારતના સંબંધો પર કોઈ અસર નહીં થાય. મૂળ વાત એ છે કે, રશિયા ગમે તેવી સ્થિતિમાં ભારતનો સાથ આપશે અને તેને અમેરિકા કોઈ પણ ભોગે તોડી નહીં શકે તેવું પુતિને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું. 

મીડિયા સાથે વાત કરતા વધુમાં કહ્યું કે, રશિયા અને ભારત વચ્ચેના સંબંધો વિકસી રહ્યા છે. આ સંબંધો ટકી રહેશે, મજબૂત થશે અને વધશે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ફક્ત કાચા તેલની ખરીદી સુધી મર્યાદિત નથી. આગામી વર્ષોમાં, બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $100 બિલિયન સુધી પહોંચી શકે છે. ભારત તેના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે. પુતિને ભારતના વખાણ કરીને અમેરિકાને કડક સંદેશ આપ્યો છે.