Sat Sep 05 2026

Logo

બેંગલુરુ ISIS આતંકવાદી ષડયંત્ર કેસમાં સૈયદ ફસીઉર રહેમાનને સાત વર્ષની કેદની સજા

2026-08-30 19:44:56
Author: Chandrakant Kanoja
બેંગલુરુ ISIS આતંકવાદી ષડયંત્ર કેસમાં સૈયદ ફસીઉર રહેમાનને સાત વર્ષની કેદની સજા

પ્રતીકાત્મક તસવીર


બેંગલુરુ : દેશમાં બેંગલુરુ અલ-હિંદ આઇએસઆઈએસ(ISIS)આતંકવાદી ષડયંત્ર કેસમાં એનઆઈએની ખાસ કોર્ટે સૈયદ ફસીઉર રહેમાનને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ  રૂપિયા 48,000 નો દંડ ફટકાર્યો છે. આ  તપાસમાં આઈએસઆઈએસ મોડ્યુલ માટે કાવતરું અને તાલીમ સંબંધિત અનેક આરોપો પ્રકાશમાં આવ્યા હતા.

હેતુ સાંપ્રદાયિક તોફાનો ભડકાવવાનો

એનઆઈએ મુજબ આ કેસમાં ષડયંત્રનો હેતુ લક્ષિત હત્યાઓ કરીને સાંપ્રદાયિક તોફાનો  ભડકાવવાનો અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS ના એજન્ડાને આગળ વધારવાનો હતો.

મુખ્ય આરોપી મહેબૂબ પાશાએ નિવાસસ્થાને અનેક બેઠકો યોજી હતી 

એનઆઇએની  તપાસ મુજબ આ કેસના મુખ્ય આરોપી મહેબૂબ પાશાએ બેંગલુરુના ગુરપ્પનપાલ્યા સ્થિત પોતાના નિવાસસ્થાને ઘણી બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન કથિત રીતે લક્ષિત હત્યાની યોજનાઓ ઘડવામાં આવી હતી. તપાસ એજન્સી જણાવે છે કે આ ષડયંત્રનો હેતુ સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરવાનો અને ISIS સ્થાપિત કરવાનો હતો.

રહેમાને સ્પોર્ટ્સ સ્ટોરમાંથી તંબુ અને છરીઓ ખરીદી હતી 

એનઆઈએના જણાવ્યા અનુસાર  દોષિત સૈયદ ફસીઉર રહેમાન આ બેઠકોમાં હિસ્સો  લીધો હતો. તેના પર અલ-હિંદ જૂથના સભ્યોની જંગલ કેમ્પ તાલીમ માટે સ્પોર્ટ્સ સ્ટોરમાંથી તંબુ અને છરીઓ ખરીદવાનો પણ આરોપ હતો. આ આરોપોના આધારે કોર્ટે તેને દોષિત ઠેરવ્યો અને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે.