Mon Sep 07 2026

Logo

અંકિત બાલિયન હત્યા કેસમાં ચાર શાર્પ શૂટરની ઓળખ, પોલીસે પકડવા તજવીજ હાથ ધરી

2026-08-30 20:35:53
Author: Chandrakant Kanoja
અંકિત બાલિયન હત્યા કેસમાં ચાર શાર્પ શૂટરની ઓળખ, પોલીસે પકડવા તજવીજ હાથ ધરી

શામલી : ઉત્તર પ્રદેશના શામલીમાં હરિયાણવી ગાયક અંકિત બાલિયનની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પોલીસે  તપાસ દરમિયાન ચાર શાર્પ શૂટરની ઓળખ કરી છે. જેમાંથી બે કરનાલના રહેવાસી આર્યન અને સત્યમ છે. આ બંને શાર્પ શૂટર  હત્યા કર્યા બાદ બાગપત થઈને સોનીપત ભાગી ગયા હતા.

 શાર્પ શૂટરોના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ

જેમાં શાર્પ શૂટરોના ફોટા સોશિયલ મીડિયા પર  પણ વાઇરલ થઈ રહ્યા છે.તેમનો દેખાવ ઘટના સમયે સીસીટીવીમાં કેદ થયેલા શાર્પ શૂટરો સાથે મેળ ખાય છે.

 શાર્પશૂટર્સ કરનાલથી બિડોલી થઈને શામલી પહોંચ્યા હતા

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, 26 ઓગસ્ટના રોજ શાર્પશૂટર્સ કરનાલથી બિડોલી થઈને શામલી પહોંચ્યા હતા. તેમજ  અંકિતને બાલિયાનને  ડ્રેઇન ટ્રેક પર માર્યા બાદ  તે ચારેય દિલ્હી રોડ થઈને બારૌત-બાગપત થઈને ગૌરીપુર મોર ગયા અને ત્યાંથી સોનીપત તરફ ગયા હતા. તેની બાદ બધા પોતપોતાના ગુપ્ત સ્થળોએ ગયા હતા. 

આરોપીઓ ઇન્ટરનેટ કોલ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા

પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલાખોરો ઘણા દિવસોથી અંકિતની રેકી કરી રહ્યા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે ગોળીબાર કરનારાઓને હત્યા કરવા માટે મોટી રકમ ચૂકવવામાં આવી હતી. આ આરોપીઓ ઇન્ટરનેટ કોલ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા.

એક શાર્પ શૂટર કારનો શોખીન 

પોલીસના જણાવ્યા અનુસાર કરનાલનો એક શાર્પ શૂટર કારનો શોખીન છે અને દર ત્રણથી ચાર મહિને પોતાનું વાહન બદલતો રહે છે.  તેની વિરુદ્ધ છ થી વધુ કેસ નોંધાયેલા છે. જ્યારે અન્ય આરોપીઓ વિરુદ્ધ કોઈ કેસ નોંધાયા છે તેની કોઈ માહિતી નથી.