Sat Sep 05 2026

Logo

બિહારના પટનામાં દારૂ પાર્ટી બાદ ચાર મિત્રોના મોત, પોલીસે તપાસ શરૂ કરી

2026-08-30 21:39:10
Author: Chandrakant Kanoja
બિહારના પટનામાં દારૂ પાર્ટી બાદ ચાર મિત્રોના મોત, પોલીસે તપાસ શરૂ કરી

પટના: બિહારના પટનામાં દારૂ પાર્ટી બાદ  એક મોટી ઘટના બની છે. જેમાં દારૂ અને માંસાહારની પાર્ટી બાદ ચાર મિત્રોના એક પછી એક મોત થયા છે. જેની બાદ પોલીસે આ સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે. 

ચારેય વ્યક્તિઓની તબિયત અચાનક બગડી

આ સમગ્ર કેસની વિગત મુજબ શ્રાવણ મહિનાની સમાપ્તિ બાદ ચાર મિત્રોએ સાથે બેસીને દારૂ અને માંસાહારની પાર્ટી યોજી હતી. ગ્રામીણોના જણાવ્યા મુજબ 
દારૂ પીધા પછી ચારેય વ્યક્તિઓની તબિયત અચાનક બગડી હતી. તેમજ પરિવારના સભ્યોએ તેમને સારવાર માટે ઉતાવળમાં બારહ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. 

સ્થિતિ ગંભીર થતાં જિલ્લા હોસ્પિટલ રિફર કરાયા 

પ્રાથમિક સારવાર આપ્યા બાદ  હોસ્પિટલના ડોકટરોએ તેમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વધુ મેડિકલ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા હતા. 
આ ઉપરાંત ચારેય વ્યક્તિઓની તબિયત એકસાથે બગડી અને તેમાંથી બેના મોઢામાંથી ફીણ નીકળ્યું હતું. જેના પગલે  ઝેરી દારૂની  આશંકા વ્યક્ત કરવામાં આવી છે જોકે, હજુ સુધી આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 

ચારે  બેભાન થયા હતા 

તેમના પરિવારોના જણાવ્યા અનુસાર, ચારેય યુવાનો એક રૂમમાં સાથે દારૂ પી રહ્યા હતા.ભોજનમાં માંસાહાર પણ તૈયાર કરવામાં આવ્યો હત. જોકે, દારૂ પીધાના થોડા સમય પછી તેમની તબિયત અચાનક બગડી ગઈ અને તેઓ બેભાન થઈ ગયા.

પોલીસે તપાસ શરૂ કરી 

આ ઘટનામાં પોલીસ તપાસ અને તબીબી અહેવાલો આવ્યા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે. પોલીસ હાલમાં તેમણે લીધેલા ખોરાક અને પીણા સહિત ઘટનાક્રમ અંગે વિગતો એકત્રિત કરી રહી છે. આ ઘટનામાં મૃતકોમાં શશી કુમાર ,વિકાસ રામ,પંકજ સિંહ અને નિશુ કુમાર નો સમાવેશ થાય છે. આ તમામ  બેધના ગામના રહેવાસી છે.