Sat Sep 05 2026

Logo

ટ્રેનના લેડિઝ કોચમાં ચઢેલા યુવકે ચાલતી ટ્રેનમાંથી કૂદવાનો કર્યો પ્રયાસ, મહિલાઓએ બચાવ્યો જીવ, વીડિયો વાયરલ

2026-08-30 20:59:48
Author: Mumbai Samachar Team
ટ્રેનના લેડિઝ કોચમાં ચઢેલા યુવકે ચાલતી ટ્રેનમાંથી કૂદવાનો કર્યો પ્રયાસ, મહિલાઓએ બચાવ્યો જીવ, વીડિયો વાયરલ

મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં એક યુવક મહિલા કોચમાં ચઢી ગયો હતો. પોતાની ભૂલની જાણ થતાં યુવક એટલો ગભરાઈ ગયો કે તેણે ચાલતી લોકલ ટ્રેનમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોચમાં હાજર મહિલાઓએ સમયસર હસ્તક્ષેપ કરીને યુવકને બચાવી લીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

મળતી માહિતી મુજબ, યુવક ઉતાવળમાં મુંબઈ લોકલના મહિલાઓ માટે અનામત કોચમાં ચડી ગયો હતો. ટ્રેન આગળ વધ્યા બાદ તેને સમજાયું કે તે ભૂલથી મહિલા કોચમાં આવી ગયો હતો.. આ વાતની જાણ થતાં તે ગભરાઈ ગયો હતો અને તેણે ચાલતી ટ્રેનમાંથી બહાર કૂદવાનો પ્રયાસ કર્યો હતો. 

યુવકને આ રીતે જોખમી પગલું ભરતો જોઈને કોચમાં હાજર મહિલાઓ સતર્ક થઈ ગઈ હતી. મહિલાઓએ તરત જ તેને રોક્યો અને ચાલતી ટ્રેનમાંથી કૂદતા બચાવી લીધો હતો . મહિલાઓની સમયસરની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને યુવકનો જીવ બચી ગયો હતો.

લેડીઝ કોચમાં ભૂલથી ચડી ગયા બાદ યુવકને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. ત્યાર બાદ તેણે ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચાલતી લોકલમાંથી કૂદવું અત્યંત જોખમી હોવાને કારણે પરિસ્થિતિ ગંભીર બની શકે તેમ હતી. 

આ દરમિયાન મહિલાઓએ યુવકને સમજાવવાનો અને તેને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો. તેમના સમયસરના હસ્તક્ષેપથી યુવકને કોઈ ગંભીર ઈજા થઈ નહીં અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં યુવકને ચાલતી ટ્રેનમાંથી કૂદવાનો પ્રયાસ કરતો જોઈ શકાય છે, જ્યારે મહિલાઓ તેને રોકવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો મહિલાઓની સતર્કતા અને સમયસરની મદદની પ્રશંસા કરી રહ્યા છે. 

મુંબઈની લોકલ ટ્રેનોમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં મુસાફરોએ ગભરાટમાં કોઈ જોખમી પગલું ન ભરવું અને મુશ્કેલી ઊભી થાય ત્યારે રેલવે કર્મચારીઓ અથવા અન્ય મુસાફરોની મદદ લેવી જરૂરી છે. ક્ષણિક ગભરાટમાં લેવાયેલો એક નિર્ણય યુવકના જીવ માટે મોટું જોખમ ઊભું કરી શક્યો હોત. પણ કોચમાં હાજર મહિલાઓની સતર્કતાને કારણે આ યુવકનો જીવ બચી ગયો અને મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ.