Tue Aug 18 2026

Logo

એક ડાન્સ સિક્વન્સ અને એક્શન સીન ભારે પડ્યો! રશ્મિકાના હિપમાં ગંભીર ઈજા થતા ફેન્સ ચિંતામાં

2026-07-31 22:00:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ સાઉથ અને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક આગવું સ્થાન કાયમ કરનાર એક્ટ્રેસ રશ્મિકા મંદાના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ છે. એક બિગ બજેટની ફિલ્મ દરમિયાન એક ખતરનાક અકસ્માતમાં તેને ઈજા પહોંચી છે. રિપોર્ટમાંથી એવું જાણવા મળ્યું છે કે, એક હેવી ડાંસ સિક્વન્સ અને હાઈ ઑક્ટેન પર એક્શન સિનના શુટિંગ દરમિયાન રશ્મિકાને ઈજા થઈ છે. આ અકસ્માત થતા સેટ પર દોડધામ મચી ગઈ હતી. આ પછી ડૉક્ટરની ટીમને યુદ્ધના ધોરણે બોલવવામાં આવી હતી.

 

માંસપેશી પર પ્રેશર આવ્યું
તબીબોની ટીમે તપાસ કર્યા બાદ ડૉક્ટરે ખુલાસો કર્યો હતો કે, રશ્મિકા મંદાનાના ફેન્સના ધબકારા વધી ગયા છે. આ અકસ્માત થયા બાદ ચિંતાનો માહોલ છે. રશ્મિકાના હિપ એરિયામાં ઈજા પહોંચી છે. કમરથી નીચેના ભાગમાં સંપૂર્ણ રીતે ટેનડોન ડેટેચમેન્ટ થયું છે. આ પ્રકારના ભયંકર અને દર્દથી ભરેલી ઈજા સામાન્ય રીતે પ્રોફેશનલ એથલિટને થતી હોય છે. જે વધારે પડતું શારીરિક કામ કરે છે. સતત બ્રેક વગર ડાન્સ અને કઠિન એક્શન સીનના કારણે એમની માંસપેશીઓ પર પ્રેશર આવ્યું છે. આ કારણ માસ પેઈન શરૂ થયું છે. ઈજાની ગંભીરતાને ધ્યાને લઈને આગામી છ અઠવાડિયા સુધી સંપૂર્ણ બેડરેસ્ટ કરવાની સૂચના એને આપવામાં આવી છે. રશ્મિકા રણબલી અને માયસા જેવી મોટી અને બહુચર્ચિત ફિલ્મના પ્રોજેક્ટમાં દિવસ-રાત કામ કરી રહી હતી. અચાનક આ પ્રકારના બ્રેકને કારણે મેકર્સને પોતાના શુટિંગ શેડ્યુલમાં ફેરફાર કરવાની જરૂર પડી છે. 

ફેન્સ દુઆ કરી રહ્યા છે
રશ્મિકા સાથે અકસ્માત થયાની ખબર સોશિયલ મીડિયા પર આવતા ફેન્સ દુઆ કરી રહ્યા છે કે, તે ઝડપથી સ્વસ્થ થઈ જાય. ફિલ્મની ટીમે ખાતરી આપી હતી કે, એમનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એમનો ઈલાજ સારી રીતે કરવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ રીતે આરામ કર્યા બાદ રશ્મિકા પૂરી રીતે સ્વસ્થ થયા બાદ જ સેટ પર કમબેક કરશે. હાલમાં એમનું રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રશ્મિકાએ આ સેટ પર ખૂબ લાંબા સમયથી મહેનત કરી રહી હતી.