Sat Sep 05 2026

Logo

આવતીકાલથી નવી દિલ્હીમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની 'શ્રીમદ્ ભાગવત કથા'નો મંગલ પ્રારંભ

2026-05-23 16:19:44
Author: Darshana Visaria
આવતીકાલથી નવી દિલ્હીમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની 'શ્રીમદ્ ભાગવત કથા'નો મંગલ પ્રારંભ

નવી દિલ્હીઃ દેશના પાટનગર નવી દિલ્હીના પ્રતિષ્ઠિત તાલકટોરા સ્ટેડિયમ ખાતે પ્રખ્યાત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખારવિંદથી દિવ્ય 'શ્રીમદ્ ભાગવત કથા'નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. જ્યેષ્ઠ પુરુષોત્તમ માસના પવિત્ર અને શુભ સંયોગે આયોજિત આ જ્ઞાનયજ્ઞ આગામી 24મી મે થી 30મી મે, 2026 દરમિયાન યોજાશે.

નવી દિલ્હીમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખારવિંદે યોજાનારા શ્રીમદ્ ભાગવત્ કથા મહોત્સવનું આયોજન કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આ કથાના મુખ્ય મનોરથી અર્ચના ગુપ્તા અને અનિલ ગુપ્તા છે. દિલ્હી સહિત દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ ઘેરબેઠા આ કથા શ્રવણનો લાભ લઈ શકે તે માટે ટીવી ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મ પર વ્યાપક પ્રસારણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ શ્રીમદ્ ભાગવત્ કથા 24મી મેથી 30મી મે, 2026 સુધી તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે સાંજે 4 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી યોજાશે.  ભારત સહિત વિશ્વભરના વિવિધ દેશોમાં સમયના અનુકૂળ તાલમેલ સાથે કથાનું પ્રસારણ ધર્મ સંદેશ, સાંદિપની ટીવી અને આસ્થા ચેનલ પરથી કરવામાં આવશે.

જ્યેષ્ઠ પુરુષોત્તમ મહિનાના આ ભક્તિમય માહોલમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની અમૃતવાણીનો લાભ લેવા માટે ભક્ત સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.