સાંજે 4.30 વાગ્યાથી પ્રથમ ટી-20: વૈભવ સૂર્યવંશી પર સૌની નજર
હરારે: ટી-20માં ભારતની વર્લ્ડ નંબર-ટૂ ટીમ હાલમાં શ્રેયસ ઐયરની નવી અને નિષ્ફ્ળ કેપ્ટન્સીમાં રમી રહી છે અને આ ટીમે તાજેતરમાં જે બે નામોશી જોઈ એવું આજથી ઝિમ્બાબ્વેમાં શરૂ થતી સિરીઝ (સાંજે 4.30 વાગ્યાથી)માં એનું પુનરાવર્તન ન થાય એની ટીમ ઇન્ડિયાએ ખાસ કાળજી રાખવી પડશે.
હરારે શહેરમાં ભારત-ઝિમ્બાબ્વેની ત્રણેય ટી-20 મૅચ રમાશે. ભારત (India) સામે ઝિમ્બાબ્વે (Zimbabwe) ભૂતકાળમાં જે ત્રણ ટી-20 મૅચ જીત્યું છે એ ત્રણેય જીત એને હરારેના મેદાન પર જ મળી હતી.
શ્રેયસની કેપ્ટન્સીમાં પહેલી જીત મળશે?
શ્રેયસ ઐયર (Shreyas Iyer)ના સુકાનમાં ભારત હજી એક પણ મૅચ નથી જીત્યું. તાજેતરમાં આયરલૅન્ડમાં ભારતે 0-2થી અને ઇંગ્લૅન્ડમાં 0-4થી વાઇટવૉશ જોવો પડ્યો હતો. ઇંગ્લૅન્ડમાં ભારત વતી ડેબ્યૂ કરીને ત્રણેય મૅચમાં નિષ્ફળ (14, 13 અને 15 રન) રહેલા વૈભવ સૂર્યવંશી પર આજથી સૌની નજર રહેશે.
આ બધું જોતાં હવે ઝિમ્બાબ્વે પણ આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડની જેમ ભારતને નમાાવવા તત્પર છે.
હેડ-ટૂ-હેડમાં ભારત ખૂબ આગળ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 ટી--20 મૅચ રમાઈ છે. એમાંથી 11 ભારતે અને માત્ર ત્રણ ઝિમ્બાબ્વેએ જીતી છે.
બંને દેશની સંભવિત ઇલેવન
ભારત: શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, રિન્કુ સિંહ, શિવમ દુબે, હર્ષ દુબે, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને યશ ઠાકુર/અશોક શર્મા
ઝિમ્બાબ્વે: સિકંદર રઝા (કેપ્ટન), બ્રાયન બેનેટ, ટેડીવાન્શે મારુમની (વિકેટકીપર), ડિયોન માયર્સ/વેસ્લી મેધવીયર, રાયન બર્લ, બ્રાડ ઇવાન્સ, વેલિંગ્ટન માસાકાદઝા, મિલ્ટન શુમ્બા, ન્યૂમૅન ન્યામહૂરી, રિચર્ડ એન્ગારવા અને બ્લેસિંગ મુઝરબાની.