Thu Jul 23 2026

Logo

અમદાવાદના કયા 15 સ્થળે ભરાયા પાણી, સૌથી વધારે અસરગ્રસ્ત કયો વિસ્તાર

2026-07-23 13:39:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ આજે અમદાવાદમાં પણ મેઘમહેર થઈ હતી. સમગ્ર શહેરમાં સરેરાશ  2 ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વરસાદ સાથે જ શહેરમાં 15 સ્થળે પાણી ભરાયા હતા.  શહેરના બોપલમાં સૌથી વધુ 4.55 ઇંચ વરસાદ પડતાં સૌથી વધુ અસરગ્રસ્ત થયો હતો.

કયા કયા સ્થળે ભરાયા પાણી

અમદાવાદના હનુમાનપુરા બીઆરટીએસ, અખબારનગર અંડર બ્રિજ, શાહીબાગ અંડર બ્રિજ, જૂના વાડજ બીઆરટીએસ, મેમનગર બીઆરટીએસ થી જયમંગલ બીઆરટીએસ, માણેકબાગ બીઆરટીએસ, કર્ણાવતી ક્લબ બીઆરટીએસ, સરખેજ સર્કલ, સ્વામિનારાયણ કોલેજ બીઆરટીએસ, છીપા સોસાયટી બીઆરટીએસ, ઝાંસી કી રાની બીઆરટીએસ, સાયન્સિ સિટી એપ્રોચ, અરવિંદ મિલ, મુકેશ ઈન્ડસ્ટ્રીઝ, પાર્શ્વનાથ જૈન મંદિર સર્વિસ રોડ પણ પાણી ભરાયા છે.

અમદાવાદ મનપાએ કંટ્રોલરૂમના નંબર કર્યા જાહેર

આ ઉપરાંત અમદાવાદમાં ચોમા દરમિયાન નાગરિકોની સુવિધાર્થે અને ઈમરજન્સી મદદ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા ‘મોનસૂન 2026 - કંટ્રોલરૂમ સંપર્ક નંબર’ ની યાદી જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત ચોમાસા દરમિયાન પાણી ભરાવા, વૃક્ષ ધરાશાયી થવા કે અન્ય કોઈ પણ સમસ્યા માટે નાગરિકો પોતાના વિસ્તારના કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી શકશે.

અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો વરસાદ

અમદાવાદમાં સવારે 6 થી 11 વાગ્યા સુધીમાં બોપલમાં 4.55 ઇંચ, સરખેજમાં 4.53 ઇંચ, બોડકદેવમાં 4.41 ઇંચ, જોધપુરમાં 4.33 ઇંચ, સાયન્સ સિટીમાં 3.94 ઇંચ, થલતેજમાં 3.78 ઇંચ, સરખેજ અર્બન હેલ્થમાં 4.09 ઇંચ, મેમનગરમાં 3.76 ઇંચ, નવરંગપુરામાં 3.05 ઇંચ, વાસણામાં 2.99 ઇંચ, ગોતામાં 3.01 ઇંચ, ઓગણજમાં 2.93 ઇંચ, ચાંદલોડિયામાં 2.85 ઇંચ, મક્તમપુરામાં 2.70 ઇંચ, ઉસ્માનપુરામાં 2.68 ઇંચ, મોટેરામાં 1.91 ઇંચ, બાકરોલમાં 1.95 ઇંચ, દૂધેશ્વરમાં 2.88 ઇંચ, કાલુપુરમાં 2.13 ઇંચ, નિકોલમાં 2 ઇંચ, ઈન્ડિયા કોલોનીમાં 1.95 ઇંચ વરસાદ વરસ્યો હતો.