Wed Sep 02 2026

Logo

આ વર્ષે વિદેશમાં વસતા ભાઈઓને રાખડી મોકલવાનું થશે મોંઘુ, કુરિયર ચાર્જમાં વધારો

2026-08-09 19:56:03
Author: Pooja Shah
આ વર્ષે વિદેશમાં વસતા ભાઈઓને રાખડી મોકલવાનું થશે મોંઘુ, કુરિયર ચાર્જમાં વધારો

AI Generated Images


અમદાવાદઃ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બહેનો દૂર વસતા તેમના ભાઈઓને રાખડી મોકલવાની તૈયારી કરી રહી છે. જોકે જે બહેનોના ભાઈ સાત સમુદ્ર પાર વિદેશમાં વસે છે તેમને રાખડી મોકલવાનું બહેનોને મોંઘુ પડવાનું છે. વિદેશમાં રાખડી મોકલવાના કુરિયર ચાર્જમાં લગભગ 7થી 10 ટકાનો વધારો થયો હોવાનું સૂત્રો જણાવે છે. 

યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા મુખ્ય દેશોમાં જતા કુરિયર્સ પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે, કારણ કે રક્ષાબંધન પહેલાના અઠવાડિયા પિક ટાઈમ માનવામાં આવે છે. ગુજરાતી સમાજ બહુ મોટી સંખ્યામાં વિદેશમાં વસે છે. આથી સૌથી મોટા પ્રમાણમાં રાખડી અહીંથી વિદેશ મોકલવામાં આવે છે. વિદેશમાં વસતા ભાઈઓને રાખડીની સાથે મીઠાઈ, સૂકામેવા તેમ જ અમુક વસ્તુઓ પણ મોકલવામાં આવતી હોય છે. કુરિયરના ભાવ વધવાનું કારણ પ્લેનની ટિકિટોની વધતી કિંમતો અને ડોલર સામે રૂપિયાની નબળી હાલત માનવામાં આવે છે. 

આ સિઝનમાં પ્રીમિયમ કુરિયર સેવાઓ દ્વારા મોકલવામાં આવતા આંતરરાષ્ટ્રીય માલનો ખર્ચ સામાન્ય રીતે રૂ. ૨,૫૦૦-૩,૦૦૦ થાય છે, જે ગંતવ્ય સ્થાન, વજન, ડિલિવરી સમય અને ટ્રેકિંગ સુવિધાઓના આધારે થાય છે. સસ્તી સેવાઓ ઉપલબ્ધ છે, પરંતુ ઝડપી ડિલિવરી અને ઉન્નત ટ્રેકિંગ પસંદ કરતા ગ્રાહકો ગયા વર્ષ કરતાં વધુ ચૂકવણી કરી રહ્યા છે.

વિદેશમાં રાખડી સહિતની વસ્તુઓ મોકલવામાં માટે અમુક સસ્તી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, પરંતુ મોટા ભાગે મોકલનારા લોકો ટ્રેક કરી શકાય અને ઝડપથી પહોંચી જાય તેવી કુરિયર સેવાઓ પસંદ કરતા હોય છે, જે મોંઘી હોય છે. કુરિયર સર્વિસ આપતા લોકો જણાવે છે કે વધી રહેલી પ્લેનની ટિકિટ્સ અને લોજિસ્ટિક ખર્ચને કારણે ભાવ વધી રહ્યો છે. જોકે ડોમેસ્ટિક કુરિયર સર્વિસના ભાવમાં ખાસ વધારો નોંધાયો નથી, તેમ આ વેપાર સાથે સંકળાયેલા લોકો જણાવે છે.