Wed Apr 29 2026

Logo

રાજકોટમાં ACB ની મોટી કાર્યવાહી, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ ઝડપાયા

2026-04-29 08:48:04
Author: Vimal Prajapati
Article Image

રાજકોટ: રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મેળવવામાં આવી છે. શહેરના સી.જી.એસ.ટી. (CGST) વિભાગના એક અધિકારી અને તેમના મળતિયા ટેક્સ કન્સલ્ટન્ટને 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. લાંચીયા અધિકારીઓ સામે એસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. 

શું હતો આ સમગ્ર મામલો?

ફરિયાદી સામે સી.જી.એસ.ટી. કચેરીમાં જી.એસ.ટી. ન ભરવા તથા ખોટા બિલ બનાવવાના આક્ષેપો સાથેની અરજી કરવામાં આવી હતી. આ અરજીનો નિકાલ કરવા અને કોઈ મોટો કેસ ન કરવાના બદલામાં આક્ષેપીત નંબર 01) સુપરિન્ટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમાર દ્વારા ફરિયાદી પાસે 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. અંતે 20 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો, જે રકમ ફરિયાદીએ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઇ કલોલીયાને આપવાની હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ ACB નો સંપર્ક કર્યો હતો.

20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

આરોપીને ઝડપી પાડવા માટે એસીબીએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. રાજકોટ ACB દ્વારા તારીખ 28 એપ્રિલના રોજ ક્રીએટીવ કોમ્પ્લેક્ષ, એસ.ટી. બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આક્ષેપીત નંબર 2) આકાશ કલોલીયાએ ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી. ACB ની ટીમે તરત જ બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.