Tue Oct 06 2026

Logo

પાર્ટી હતી જાણીતા ફેશન ડિઝાઈનરની પણ ચર્ચા થઈ અંબાણી લેડિઝની, એવું તે શું કર્યું નીતા અંબાણી, શ્લોકા અને રાધિકાએ?

2026-09-07 15:18:52
Author: Darshana Visaria
પાર્ટી હતી જાણીતા ફેશન ડિઝાઈનરની પણ ચર્ચા થઈ અંબાણી લેડિઝની, એવું તે શું કર્યું નીતા અંબાણી, શ્લોકા અને રાધિકાએ?

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારની ગર્લ્સ ગેન્ગ ફેશનની વાત હોય કે પછી લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલની વાત હોય મોટી મોટી બોલીવૂડ એક્ટ્રેસને પાછળ મૂકી દે છે. હાલમાં જ જન્માષ્ટમીના સેલિબ્રેશનના વીડિયો વાઈરલ થયા હતા જેમાં નીતા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટના લૂક લાજવાબ હતા. હવે અંબાણી લેડિઝ ફરી એક વખત જાણીતા ડિઝાઈનરની બર્થડે પાર્ટીમાં અંબાણી લેડિઝનો ગ્લેમરસ અને લક્ઝુરિયસ અવતાર જોવા મળ્યા હતો. 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે જાણીતા ડિઝાઈનર અબુ જાની (Abu Jani)ની બર્થડે પાર્ટીમાં બોલીવૂડ અને બિઝનેસ જગતની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે દેશના સૌથી અમીર પરિવારની મહિલાઓ નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પોતાના અલ્ટ્રા-ગ્લેમરસ અને રોયલ લુક સાથે પહોંચી હતી. સાસુ, વહુઓ અને દીકરીની આ ચોકડીના શાનદાર આઉટફિટ્સે મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

લાલ ચટક સાડીમાં નીતા અંબાણીનો રોયલ અંદાજ:

નીતા અંબાણીએ પાર્ટી માટે બ્રાઈટ રેડ (લાલ) કલરની ભવ્ય સાડી પસંદ કરી હતી, જેમાં અત્યંત બારીક એમ્બ્રોઈડરી અને રિચ ટેક્સચર ફિનિશિંગ જોવા મળતું હતું. તેમણે આ સાડી સાથે મેચિંગ બ્લાઉઝ અને મિનિમલ જ્વેલરી પહેરી હતી, જેના કારણે સાડીનો લાલ રંગ અને તેમની રોયલ એલિગન્સ વધુ નીખરી ઊઠ્યા હતા.

ઈશા અંબાણીએ ઈવનિંગ પાર્ટીની થીમને અનુરૂપ શાઈનિંગ સિલ્વર-વ્હાઈટ કલરનો હેવી ફિટેડ ડ્રેસ પહેર્યો હતો. આ આઉટફિટ પર બારીક સિક્વિન્સ અને ભારે કઢાઈનું કામ કરવામાં આવ્યું હતું. પોતાના આ લુકને તેમણે સ્ટેટમેન્ટ ડાયમંડ નેકલેસ અને મેચિંગ ઝુમકાં સાથે સ્ટાઈલ કર્યો હતો.

શ્લોકાએ આઈવરી અને ગોલ્ડન રંગનો આઉટફિટ પહેર્યો હતો, જેમાં ટ્રેડિશનલ કારીગરીવાળા કઢાઈદાર ટોપ સાથે ફ્લોઈંગ વ્હાઈટ સ્કર્ટ અને બ્રોડ ગોલ્ડન બોર્ડરવાળો દુપટ્ટો સામેલ હતો. તેમનો લુક ક્લાસિક અને મોર્ડનનું અદભુત મિશ્રણ લાગતો હતો.

વાત કરીએ પરિવારના વહુરાણી રાધિકા મર્ચન્ટની તો રાધિકાએ આ ઈવેન્ટ માટે સફેદ અને જાંબલી (White & Purple) રંગના કોમ્બિનેશનવાળો કઢાઈદાર ડ્રેસ પહેર્યો હતો. ફ્લોરલ એમ્બ્રોઈડરીવાળા આ પરંપરાગત પોશાકમાં તે અત્યંત આકર્ષક અને સુંદર દેખાઈ રહી હતી.

સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારના મહિલામંડળનો આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. તમે પણ આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...