Fri Oct 02 2026

Logo

જર્મનીમાં પહેલીવાર બની શકે છે જમણેરી સરકાર, AfDની મોટી જીત; મર્જની પાર્ટીને ફક્ત 17% વોટ મળ્યા

Anholt   2026-09-07 11:21:00
Author: Mumbai Samachar Team
જર્મનીમાં પહેલીવાર બની શકે છે જમણેરી સરકાર, AfDની મોટી જીત; મર્જની પાર્ટીને ફક્ત 17% વોટ મળ્યા

જર્મનીની જમણેરી પક્ષ અલ્ટરનેટિવ ફોર જર્મની (AfD) એ પૂર્વીય રાજ્ય સેક્સોની-અનહાલ્ટની ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. પક્ષને 43.8% મત મળ્યા. આ પાંચ વર્ષ પહેલાંની સરખામણીમાં બમણા કરતા પણ વધુ છે. જોકે, સરકાર બનાવવા માટે જરૂરી બહુમતીથી AfD ત્રણ બેઠક પાછળ રહી ગઈ. 83 સભ્યોવાળી વિધાનસભામાં AfD ને 39 બેઠકો મળી. પક્ષના 35 વર્ષીય મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર ઉલરિચ સીગમુંડે જણાવ્યું કે પક્ષે ઇતિહાસ રચ્યો છે અને તેને સરકાર બનાવવાનો સ્પષ્ટ જનાદેશ મળ્યો છે.

AfD એકલા હાથે સરકાર બનાવવા માંગતી હતી, પરંતુ તેને તેના માટે બહુમતી મળી નહીં. AfD જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર કોઈ રાજ્યમાં જમણેરી સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પક્ષે લઘુમતી સરકાર બનાવવાની શક્યતા પણ ફગાવી દીધી. અન્ય પક્ષો માટે પણ AfD વગર સ્થિર સરકાર બનાવવી મુશ્કેલ બનશે.

મર્જની CDUને મોટો ઝટકો 

સેક્સોની-આનહાલ્ટમાં છેલ્લા 24 વર્ષથી ચાન્સેલર ફ્રેડરિક મર્જની CDU સત્તામાં હતી.  આ વખતે CDUને ફક્ત 17.2% વોટ અને 15 સીટ મળી. તેનું સમર્થન લગભગ અડધું રહી ગયું. સોશિયલ ડેમોક્રેટ્સના 9.3%, ગ્રીન્સને 8.9% અને લેફ્ટ પાર્ટીને 8.6% વોટ મળ્યા. ત્રણેયને 8-8 સીટો મળી. BSWને 5.3% વોટ અને 5 સીટ મળી. ચૂંટણીમાં રેકોર્ડ 77.8% વોટિંગ થયું હતું. 

AfDના નેતા એલિસ વીડેલે કહ્યું કે પાર્ટીને સરકાર બનાવવાનો સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. તો બીજી તરફ CDUના મહાસચિવ ફ્રાંઝિસ્કા હોપરમેને કહ્યું કે તેમની પાર્ટી AfDની સાથે કામ નહીં કરે. તેમણે AfDને જમણેરી પાર્ટી ગણાવી અને રશિયા સાથે તેમના નજીકના સંબંધોની ટીકા કરી.

AfDના રાજ્ય સંગઠનને જર્મનીની ઘરેલુ ખુફિયા એજન્સીએ જમણેરી ઉગ્રવાદી સંગઠન માન્યું છે. જો કે પાર્ટી આ આરોપોને રાજકીય ગણાવીને ફગાવી દે છે.