નવી દિલ્હીઃ સંસદમાં મોન્સૂન સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષના હોબાળા વચ્ચે અનેક એવા મહત્ત્વના બિલની ચર્ચા કરવામાં આવી હતી. આ માહોલ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ NDAમાં જોડાયેલા નવા સાંસદ સાથે સંવાદ કર્યો હતો. સવારના નાસ્તા સાથે એમની સાથે ખાસ મુલાકાત કરી હતી. આ તમામ સાંસદોને સંસદીય ચર્ચામાં સક્રિયપણે ભાગ લેવા માટે અપીલ કરી હતી. સંસદને લોકતંત્રનું એક સર્વોચ્ચ મંદિર ગણાવતા વડા પ્રધાન મોદીએ કેટલાક વિષયો પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું કે, બંને ગૃહોમાં હંગામાને કારણે નવા સાંસદોને સદનમાં બોલવાનો મોકો નથી મળી રહ્યો. આ યોગ્ય નથી. સંસદીય કાર્યવાહી પણ યોગ્ય રીતે ચાલવી જોઈએ.
સાંસદોને કરી મહત્ત્વની અપીલ
વડા પ્રધાન મોદીએ નવા સાંસદોને સંસદનો ઈતિહાસ વાંચવા, શીખવા અને સમજવા માટેની વાત કહી છે. તેમણે એવું પણ કહ્યું કે, સંસદમાં ઐતિહાસિક સામગ્રીનો એક મોટો ખજાનો પડ્યો છે. જેનો ઉપયોગ સદનમાં ચર્ચાની તૈયારીઓ માટે કરો. જે જે તે રાજ્યના વિકાસ માટે પણ કામ આવશે. જ્યારે રાજ્ય પ્રગતિ કરશે ત્યારે જ દેશ આગળ વધશે. આ બ્રેકફાસ્ટ મિટિંગમાં 45 સાંસદ હાજર હતા, જેમાં શિવસેનાના સાત, NCPIના 20 NCPના બે સાંસદનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન મોદીએ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ના બળવાખોર અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથના)ના છ તથા એકનાથ શિંદેના ગ્રૂપમાં જોડાયેલા સાંસદોને પણ આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. NDA એક મોટો પરિવાર છે. અમે દરેક સાથી પક્ષના સાથે છીએ. પ્રત્યેક વ્યક્તિનું સન્માન કરવામાં આવશે. એમને પણ એક ચાન્સ આપવામાં આવશે. NDAના કોઈ પક્ષ સાથે નહીં પણ એક એક સાંસદની સાથે છું.
બળવાખોર સાંસદોને આશ્વાસન આપ્યું
હું NDAના દરેક સાંસદની પડખે ઊભો છું.તમારે કોઈ વાતને લઈને ચિંતા કરવાની જરૂર નથી. વડા પ્રધાને સાંસદોને પોતાના વિસ્તારમાં વિકાસની યોજના તથા પ્રોજેક્ટને આગળ વધારવા માટે પણ કહ્યું. અસરકારક રીતે તે પ્રોજેક્ટને પૂરા કરવા માટે પણ વાત કરી. વડા પ્રધાન મોદીએ ઉમેર્યું કે, કોઈ પણ વિકાસ કાર્ય માટે ડાયરેક્ટ વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)નો સંપર્ક કરો, ગરીબ, શ્રમિક અને ખેડૂતો સહિત તમામ વર્ગના લોકોને મળો, દરેકની સમસ્યાઓને સમજો.
બેઠકના અંતમાં વડા પ્રધાને દરેક સાંસદ સાથે વ્યક્તિગત રીતે વાત કરી અને ખબરઅંતર પૂછ્યા. આ બેઠક મોદીએ પોતાના આવાસ પર 37 ભાજપના સાંસદો સાથે ડીનરના દિવસ બાદ કરી હતી. આ મુલાકાત મોન્સૂન સત્ર દરમિયાન સાંસદ સાથે એમના સંપર્ક અભિયાનનો એક ભાગ હતો.
મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું
સંસદમાં ચાલી રહેલા સતત હોબાળા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા NDA સાંસદો સાથે બેઠક યોજી. તેમણે નવા સાંસદોને સંસદની કાર્યવાહી દરમિયાન સક્રિય રીતે ભાગ લેવા, ચર્ચામાં જોડાવવા અને લોકશાહીના મૂલ્યોને મજબૂત બનાવવા અપીલ કરી હતી. સંસદના ચાલુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના હોબાળાને કારણે કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા NDA સાંસદો સાથે ખાસ બેઠક કરી અને તેમને સંસદીય પરંપરા, શિસ્ત અને સકારાત્મક ચર્ચાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.