Tue Jun 30 2026

Logo

પીએમ-કિસાન યોજનામાં 'છબરડો': ખેડૂતના ખાતામાં રૂ. 2,000ને બદલે આવ્યો 1 પૈસો!

2026-06-30 21:52:17
Author: Mumbai Samachar Team
Article Image

ભંડારાઃ મહારાષ્ટ્રના એક ખેડૂતને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના હેઠળ તેના ખાતામાં અપેક્ષિત રૂ. 2000ના બદલે માત્ર એક પૈસો જમા થયા હોવાનો મેસેજ તેના મોબાઇલ પર આવ્યો ત્યારે તે મુંઝવણમાં મુકાઈ ગયો હતો.  જોકે, કૃષિ વિભાગે આને ટેકનિકલ ભૂલ ગણાવી હતી.

સોમવારે મીડિયા સાથે વાત કરતા, ભંડારા જિલ્લાના જેવનાલા ગામના 65 વર્ષીય લાભાર્થીના પુત્ર ખેમરાજ ગિરેપુંજેએ જણાવ્યું હતું કે જ્યારે તેમની માતા લક્ષ્મીબાઈને આ યોજના હેઠળ હપ્તા તરીકે તેમના બેંક ખાતામાં 0.01 રૂપિયા જમા થયાનો સંદેશ મળ્યો ત્યારે પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

તેમણે દાવો કર્યો હતો કે ખરીફ વાવણીની મહત્વપૂર્ણ મોસમ શરૂ થઈ રહી હોવાથી તેમને બિયારણ અને ખાતર માટે તાત્કાલિક નાણાંની જરૂર છે.ભંડારા જિલ્લા કૃષિ અધિકારી સંગીતા માનેએ સ્પષ્ટતા કરી હતી કે તકનીકી ભૂલને કારણે લાભાર્થીને સંદેશ મોકલવામાં આવ્યો હોઈ શકે છે, અને નોંધ્યું હતું કે રેકોર્ડ મુજબ, ખેડૂતના બેંક ખાતામાં રૂ. 2,000 નો હપ્તો જમા થઈ ગયો છે.