Sun Mar 08 2026

Logo

AI પાસેથી બરાબર કામ લેવું છે? એના માટે શીખવા જેવું છે પર્ફેક્ટ પ્રોમ્પ્ટિંગ...

6 days ago
Author: Mumbaisamachar Team
Article Image

ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ

દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી વૈશ્વિક સમિટ AI ગ્લોબલ મિટમાં અને ટેક્નોલોજીની દુનિયામાં સૌથી વધુ જેની ચર્ચા થાય છે એનું નામ AI છે. 

સમિટ શરૂ થઈ એના એક મહિના પહેલા જ ભારતીય સર્જન સર્વમ  AI ઈંની જોરશોરથી ચર્ચા થઈ હતી. એપ્રિલ 2024માં જ્યારે પહેલીવાર વોટ્સએપ પર ચેટબોટ મેટા શરૂ થયું એ સમયે મોટાભાગના લોકોનું માનવું હતું કે, આ પ્રિડિફાઈન ચેટબોટ છે. મેટા ફીચર જ્યારે વોટ્સઅપમાં આવ્યું ત્યારે લોકો એમની સાથે રીતસર પોતાના મિત્રની જેમ વાતચીત કરતા થયા. મેટાથી નાની-  મોટી વસ્તુઓનું સર્ચ હવે આંગળીના ટેરવે સરળ બન્યું. ચેટ જીપીટી હોય, પરપ્લેક્સસિટી હોય, ડીપએઆઈ હોય કે પછી જેમિની ... આ તમામ અઈં મોડેલ પાસે માહિતીનો ભંડાર છે, ઓડિયો વીડિયો અને ફોટોની ભરમાર છે. હજુય એવા લોકો છે જે આ વિશાળ ડિજિટલ ખજાના સુધી પહોંચી શકતા નથી. આ પાછળનું કારણ ‘પ્રોમ્પ્ટ’ નામની ચાવી છે. આ ચાવી મારતા કે વાપરતા જેને આવડી ગયું સમજો  અઈં  એના કંટ્રોલમાં આવી ગયું.

પ્રોમ્પ્ટ એટલે? 

સીધી અને સરળ વ્યાખ્યા કરીએ તો એવી લાઈન્સ, કિવર્ડ અને પ્રશ્ન, જે  AI પાસેથી કામ લેવા માટે પહેલા ઈનપુટ કરીને તેના ચેટ બોક્સમાં નાખવામાં આવે છે. એક પ્રકારના આદેશ, કમાન્ડ, ઓર્ડર કે રીક્વેસ્ટ, ઈત્યાદિને  AIની પરિભાષામાં પ્રોમ્પ્ટ કહેવાય. આ પ્રોમ્પ્ટ  AI ને કહે છે કે, જે તે યુઝર્સને શું જોઈએ છે? ટેક્નોક્રેટના મત અનુસાર આ પ્રોમ્પ્ટ જેટલા ચોક્કસ એટલું જ પરિણામ પર્ફેક્ટ. થોડું અમથું સાચું-ખોટું હશે તો એ સમજી જશે. એક જ પ્રકારનું કામ લેવા માટે વારંવાર એને કહેવાનું નથી, જેમકે ઈન્સ્ટાગ્રામ પર ક્લિક કરેલા ફોટો માટે મસ્ત હેશટેગ, જે ટ્રેન્ડી હોય જે તે સમયે સૌથી વધુ લોકોએ યુઝ કરેલા હોય એ ટેગ એકથી વધુ ફોટો માટે જોઈએ તો વારંવાર ફોટ છે, ફોટો છે. એવું કહેવાની જરૂર નથી.

કેમ ખબર પડે સાચું-ખોટું?

 AI એ કોઈ ભગવાન નથી અને નથી કોઈ જાદુગર.  AI  એ એક માનવનિર્મિત સર્વર છે, જેમાં વ્યવસ્થિત રીતે ડેટાનો મર્જ કરીને જે રીતે લાઇબ્રેરીમાં વિષયવાઈસ પુસ્તક ગોઠવવામાં આવે છે એમ એ ડેટાને ગોઠવવામાં આવ્યો છે. ચેટજીપીટીની સર્જક કંપની ઓપન  AIના સહસ્થાપક ગ્રેગરી બ્રોકમેન ત્યાં સુધી કહે છે કે, એક્યુરેટ પરિણામ જોઈતું હોય તો પર્ફેક્ટ પ્રોમ્પ્ટ નાખો, જેવો કોડવર્ડ એવી ભાષા. હવે આટલું જાણ્યા બાદ સ્વાભાવિક રીતે સવાલ થાય કે, ઈનપુટ સાચું કે ખોટું એની ખબર કેમ પડે? સરળ પણ થોડું નિરીક્ષણ માગી લે એવી પદ્ધતિ છે.  AIને જ્યારે પણ ઈનપુટ આપવામાં આવે છે ત્યારે એની પાસે કોઈ સિટી, દેશ, રાજ્ય કે ગામની કોઈ જ મર્યાદા નથી હોતી. આવા સમયે જે જવાબ આવે છે એ યુનિવર્સિલ આપે છે. દાખલા તરીકે: પ્રોમ્પ્ટ આપ્યો- દુનિયામાં શિપના પ્રકાર કેટલા? આ શિપની ઉંમર કેટલી? અહીંયા એ મુંઝાઈ જશે શિપ એટલે વિશાળ ક્રૂઝ કે ઘેટું? આને કહેવાય અધૂરો પ્રોમ્પ્ટ અથવા મલ્ટિઆન્સર કિવર્ડ. દુનિયામાં શિપ-ક્રુઝના પ્રકાર કેટલા? અને ઈન્ડિયામાં કઈ જગ્યા એ તૈયાર થાય છે? એની કિંમત કેટલી? આ વિશે વિગતવાર માહિતી આપો. આ માહિતી શિપ પર તૈયાર થતા એક રિસર્ચ માટે જોઈએ છે. આ છે પર્ફેક્ટ પ્રોમ્ટ.

બીજા શબ્દોમાં હેતુ સ્પષ્ટ હશે તો પરિણામ ઝડપથી આપશે. 89% યુઝર જ્યારે કોઈ પણ માહિતી વિશે સર્ચ કરે છે ત્યારે એને વિષયલક્ષી વિવિધતામાંથી એ વસ્તુ મળી જાય છે જે એના મૂળ પ્રશ્ન કરતાં સાવ જુદી જ હોય છે. વિષયાંતર ભલે ન થાય પણ મૂળ પ્રશ્નથી યુઝર ફંટાય છે. આવું ગૂગલ ખુદ કહે છે. AI પ્રોમ્પટમાં જ્યારે હેતુ જ અઈંને કહી દેવામાં આવશે તો એ વિષયાંતર નહીં કરે અને જવાબ પર એ જ મૂળ મુદ્દાને સંબંધિત આપી દેશે. પર્ફેક્ટ પ્રોમ્પ્ટ લખવા માટે હેતુ, વિષય કે મુદ્દો સ્પષ્ટ રાખો. એક્ઝેટ લોકેશન કહેવાની જરૂર નથી પણ દેશમાં, રાજ્યમાં, દુનિયામાં, જે તે ક્ષેત્રનું નામ લખી એ ક્ષેત્રમાં, આવા શબ્દનો ઉપયોગ કરો. જે ભાષામાં ઈનપુટ આપશો એ જ ભાષામાં એ જવાબ આપશે. આ સાથે જે પરિણામ જોઈએ છે એનું ફોર્મેટ કહી દો. જેમ કે, આંકડાનું ટેબલ બનાવજો, વિગતવાર પોઈન્ટ રૂપે આપજો, સ્ક્રિપ્ટ જોઈએ છે કે નિબંધ, ટૂંકું કે લાંબું, શબ્દ મર્યાદા હોય તો એ પણ મૂકો કે, 300 શબ્દોમાં. હા, ડેટામાં હિંસા, પોર્નોગ્રાફી, પોર્ન મોડેલ, લિંક, વિવાદ જેમાં ક્રૂર હિંસા હોય અને ચિતરી ચડે એવા ડેટા હશે તો જાણ બહાર આઈપી એડ્રેસ પણ ફોકસમાં રાખશે. સો બી કેરફૂલ.

રેફરન્સ આપવાનું રાખો. દુનિયાના કોઈપણ વિષય સાથે એના કેટલાક નિષ્ણાતો જોડાયેલા હોય છે. પ્રોમ્પ્ટ આપતી વખતે જે તે વિષય સંબંધિત દેશ કે દુનિયામાં એ વ્યક્તિએ આપેલું યોગદાન, રિસર્ચ કે ક્વોટ અંકિત કરી દો. પરિણામ આવ્યા બાદ તેને ક્રોસ વેરિફાઈ કરો. આનાથી પરિણામ ઓથેંટિકેટ થશે અને તમારા રીઝલ્ટ પર શંકાની સોય ક્યારેય નહીં ઊઠે. આમ  AI પ્રોમ્પ્ટિંગ એ  અઈં પ્રોગ્રામિંગ અને ટુલ્સ વેરિએશન વિષયનો એક ભાગ છે. આ વિષય પર ઘણુંય લખી શકાય છે. એના શોર્ટકટ શીખી શકાય એમ છે. ફોટો કે વીડિયો જનરેટ કરવા હોય તો 5થી 10 વારથી વધુ રીજનરેટના ઈનપુટ ન આપશો. આવું કરવાથી  AI જે તે આઈડી કે આઈપી એડ્રેસ બ્લોક કરી દેશે અને ખબર પણ નહીં પડવા દે. બને ત્યાં સુધી અંગ્રેજીમાં પ્રોમ્પ્ટ આપવાનું રાખો. સ્માર્ટવર્ક એ પણ કે પ્રોમ્પ્ટ કેમ અને શું નાખવો એનું પણ ગૂગલ કરી દો. એની પણ વેબસાઈટ છે જ. તૈયાર પ્રોમ્પ્ટમાં ધાર્યું પરિણામ ન પણ આવે.           

આઉટ ઓફ ધ બોક્સ

મેટાને સૌથી વધુ પ્રોમ્પ્ટ ક્યા મળ્યા?

 જવાબથી આશ્ર્ચર્ય થશે ; 

 ‘મને બાયો લખી આપો, જેમાં ઈમ્પેક્ટ પડે એવા શબ્દો હોય!’