Mon May 25 2026

Logo

નીટ-યુજી પેપર લીકને કારણે દીકરીએ જીવન ટૂંકાવ્યું: લાતુરના ખેડૂતનો દાવો

2026-05-25 17:24:15
Author: Yogesh D. Patel
Article Image

લાતુર: ડૉક્ટર બનવા ઇચ્છતી મારી 18 વર્ષની દીકરીએ નીટ યુજી-2026 પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ થતાં માનસિક તાણ હેઠળ ગળાફાંસો ખાધો હતો, એવો દાવો લાતુર જિલ્લાના ખેડૂતે કર્યો હતો. 
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો અને ખેડૂતના દાવા અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.

જિલ્લાના ગોંદેગાવ ગામની મૈથિલી અશોક સોનવણેએ 16 મેની સવારે તેના ખેતરમાં વૃક્ષ સાથે ગળાફાંસો ખાધો હતો. તેનું પોસ્ટમોર્ટમ અને અન્ય કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી, એમ પોલીસે કહ્યું હતું.
મૈથિલીના પચાસ વર્ષના પિતા અશોક વિઠ્ઠલ સોનવણેએ રવિવારે પોલીસને આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે મારી પુત્રી 3 મેના રોજ નીટ-યુજીની પરીક્ષા આપવાની હતી પણ પેપર લીકને કારણે પરીક્ષા રદ થતાં તે માનસિક તાણ હેઠળ હતી.

અશોક સોનવણેએ દાવો કર્યો હતો કે મૈથિલીએ તેના પરિવાજનોને કહ્યું હતું કે સારી તૈયારી અને પરીક્ષાનું પેપર સારુ ગયું છતાં પરીક્ષા રદ થવાની તેને ભવિષ્યની ચિંતા થઇ હતી અને માનસિક તાણ હેઠળ તેણે અંતિમ પગલું ભર્યું હતું. (પીટીઆઇ)