નવી દિલ્હીઃ નીટની પરીક્ષાનું પેપર લીક થતા એજ્યુકેશન ક્ષેત્રે પેપર ફોડી બની બેઠેલા માફિયાઓના કાવતરા ધીમે ધીમે ઉઘાડા પડી રહ્યા છે. નીટ પેપર લિક વિવાદમાં હવે ગરમાવો આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત હવે મોટાનેતાઓએ પણ આ વિષય પર નિવેદન આપવાનું શરૂ કર્યું છે.કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી મોદી સરકાર પર અને શિક્ષણ વિભાગ પર ટોણો માર્યો હતો. આ ઘટનાને અક્ષમતા, રાજનીતિકરણ અને ભ્રષ્ટાચારગ્રસ્ત કહી.
શિક્ષણ વ્યવસ્થા નબળી પડી
જયરામ રમેશે મોદી સરકાર પર ટોણો મારતા કહ્યું કે,છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણ વ્યવસ્થા નબળી પડી રહી છે, રાજકીય હસ્તક્ષેપ વધી રહ્યા છે, ભ્રષ્ટચાર વધ્યો છે. શિક્ષણ વિભાગમાંથી સામાન્ય દિવસોમાં પણ કોઈને કોઈ વિવાદ ઊભો થઈ જાય છે, જેમ કે પુસ્તકોનો વિવાદ, લાંચનો મામલો, યુનિવર્સિટીમાં ખાલી પડેલી શિક્ષકોની બેઠકનો વિવાદ અને હવે પેપર લીક, શિક્ષણવિભાગને જ્યારે પણ આ વિષયલક્ષી સવાલ પૂછવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે એના જવાબ રાજકીય નિવેદનમાં ફેરવાય જાય છે. જ્યારે નીટ પેપર લીક કેસમાં મીડિયાએ પૂછ્યું કે, નેશનલ ટેસ્ટિગ એન્જસીમાં સુધારાને લઈ સંસદીય શિક્ષણ સ્થાયી સમિતીની રજૂઆતને શા માટે માન્ય રાખવામાં ન આવી? આના જવાબમાં એવું કહેવાયું કે,આ સમિતીમાં વિપક્ષના સભ્યો સામેલ છે અને આ માટે ગંભીરતાથી લઈ શકાય નહીં.
मोदी सरकार का शिक्षा तंत्र -जो तीसरे दर्जे की औसत अकादमिक सोच रखने वाले लोगों से भरा हुआ है -पिछले कुछ वर्षों में खुद को बेहद अक्षम, राजनीतिक रूप से पक्षपाती और भ्रष्ट साबित कर चुका है। हर गुजरते महीने के साथ एक नया संकट सामने आ जाता है -NCERT पाठ्यपुस्तक विवाद, कुलपतियों की…
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 16, 2026
પૂણેની શિક્ષિકાની ધરપકડ
વડા પ્રધાન મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરે છે, જેમાં તણાવ ઓછો કરવાની વાત પર ભાર મૂકવામાં આવે છે. આ કાર્યક્રમની સારી એવી પબ્લિસિટી થાય છે. પણ આજે દેશનો યુવાન જે માનસિક દબાણ અને અનિશ્ચિતતામાંથી પસાર થાય છે એને ધ્યાને લેતા ભાષણથી વધારે સુધારાની જરૂર છે. આજે દેશને પરીક્ષા પે ચર્ચા નહીં, પરીક્ષા કરાવતી સમગ્ર સિસ્ટમની સમીક્ષા કરવાની જરૂર છે. આપણા જ દેશના લાખો-કરોડો વિદ્યાર્થીઓ અને એમના વાલીઓના આંસુ, મહેનત અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શિક્ષણવિભાગે પોતાનો ઈગો છોડી દેવાની જરૂર છે. યોગ્ય જવાબદારી લઈને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવાની જરૂર છે. નીટ પેપર લીક કેસમાં હવે તપાસ એજન્સી સીબીઆઇએ પૂણેની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંધારેની દિલ્હીથી ધરપકડ કરી છે. મનીષા પાસે બોટની અને જુઓલોજીના પેપરના એક્સેસ હતા.પી.વી. કુલકર્ણી બાદ આ બીજી મોટી ધરપકડ છે. ખાસ અન ચોંકાવનારી વાત એ છે કે, હવે મહિલાની સંડોવણી પણ આ પ્રકારના કાંડમાં ખૂલી રહી છે.