Fri May 22 2026

Logo

કેન્દ્ર સરકારે જાતિવાર વસ્તી ગણતરી મુદ્દે OBC સાથે છેતરપિંડી કરી: એનસીપી (એસપી)નો ભાજપ પર પ્રહાર

2026-05-22 19:53:50
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી - એસપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે આજે કેન્દ્ર સરકાર પર જાતિવાર વસ્તી ગણતરી કરવાના પોતાના વચનથી પીછેહઠ કરીને અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાય સાથે છેતરપિંડી કરવાનો આરોપ કરી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતોને છેતરવા માટે કરવામાં આવી હોવાનું કહ્યું હતું.

પત્રકારો સાથેની વાતચીતમાં આવ્હાડે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં અનુસૂચિત જનજાતિ (એસટી), ઓબીસી અને પછાત વર્ગ સમુદાયોની જાતિવાર વિગતવાર ગણતરીનો સમાવેશ થવો જોઈએ.

જો તેમની માંગણીઓને અવગણવામાં આવશે તો સમુદાય વિરોધમાં ઉભા થશે એવી ચેતવણી આપી આરોપ કર્યો હતો કે ભાજપ સરકાર મહિલા અનામતની આડમાં મતવિસ્તારોમાં છેડછાડ કરીને બંધારણને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે.

ઇન્ટરનેટ સામગ્રી પરના વિવાદાસ્પદ આકરા પગલાં વિશે આવ્હાડએ  મરાઠી યુવાન, અભિજીત દિપક દ્વારા સ્થાપિત વ્યંગાત્મક ડિજિટલ સંગઠન કોકરોચ જનતા પાર્ટીને જાહેરમાં સમર્થન કર્યું હતું. આવ્હાડે સોશિયલ મીડિયા પર જૂથના એકાઉન્ટ્સ કથિત રીતે ડિલીટ કરવા બદલ સરકારની ટીકા કરી હતી.

નેતાએ વધુમાં દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નાગરિકોને તેલ, ઇંધણ અને સોના પર કાપ મૂકવાની સલાહ આપીને ભય ફેલાવી રહ્યા છે. 2007ની વૈશ્વિક મંદી દરમિયાન ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્થિર નેતૃત્વ વખતની પરિસ્થિતિ કરતા આ સાવ  વિપરીત હોવાનું પણ તેમણે કહ્યું.