Sun Sep 06 2026

Logo

નાશિકમાં બોગસ ચલણી નોટો છાપવાનું કારખાનું પકડાયું: પાંચની ધરપકડ

2026-08-14 16:46:35
Author: Yogesh D. Patel
નાશિકમાં બોગસ ચલણી નોટો છાપવાનું કારખાનું પકડાયું: પાંચની ધરપકડ

નાશિક: નાશિક જિલ્લામાં બોગસ ચલણી નોટો છાપવાના કારખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો અને આ પ્રકરણે પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની ઓળખ અમરેશ્ર્વર સુધાકર આઇથા, દસારી પ્રસાદ સત્યઇ, ગોકુલ આનંદરાવ દાતે, હિરામણ પૂંજા દાતે અને મચ્છીન્દ્ર ભગવાન ઘનદાટ તરીકે થઇ હતી. 

પોલીસે તાજેતરમાં મળેલી માહિતીને આધારે નાશિક-ત્ર્યંબકેશ્ર્વર માર્ગ પર તળેગાવ શિવાર ખાતે આવેલા બંગલામાં રેઇડ પાડી હતી. પોલીસે કારખાનામાંથી કોરા કાગળોનાં બંડલ, બોગસ ચલણી નોટો છાપવા માટે વપરાતું કેમિકલ અને સાધનો જપ્ત કર્યાં હતાં. 

પોલીસે ત્યાંથી 7.50 લાખની રોકડ જપ્ત કરી હતી, જેમાં પાંચસો રૂપિયાના દરની 1,950 ખરી ચલણી નોટો હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ કારખાનામાં પાંચસો રૂપિયાની બોગસ નોટ છાપતા હતા અને 10 લાખ રૂપિયાના બદલામાં 30 લાખ રૂપિયાની બોગસ નોટો આપવાની લાલચ આપતા હતા. આવા જ એક વ્યવહાર અંગે પોલીસને માહિતી મળી હતી, જેને પગલે તપાસ કરવામાં આવી હતી અને બાદમાં મળેલી માહિતીને આધારે બોગસ નોટો છાપવાનું કારખાનું પોલીસે પકડી પાડ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

વધુ જુઓ...