Thu Jun 18 2026

Logo

નર્મદા પંચકોશી પરિક્રમામાં શનિ-રવિમાં દોઢ લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા

2026-04-14 21:23:15
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ નર્મદા પંચકોશી પરિક્રમમાં શ્રદ્ધાળુઓનું ઘોળાપુર ઉમટી રહ્યું છે. પરિક્રમાને હવે ચાર દિવસ બાકી છે. ત્યારે ગયા શનિ-રવિમાં દોઢ લાખ શ્રધ્ધાળુ ઉમટ્યા હતા. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 8 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુએ પરિક્રમાનો લાભ લીધો છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા 19મી માર્ચના રોજ શરૂ થઈ હતી અને 18 એપ્રિલ શનિવારે પરિક્રમાની પૂર્ણાહુતિ થશે. 

નર્મદા પરિક્રમા શરૂ થઈ ત્યારબાદ વચ્ચે થોડા દિવસોને બાદ કરતા શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં ઉમટી રહ્યા છે. લોકોની શ્રદ્ધા સાથે બાળકોનું વેકેશન પણ હોવાથી સંખ્યા વધી રહી છે. હવે પરિક્રમા અમાસના દિવસે પૂર્ણ થશે. 

જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પરિક્રમા સાથે હોવાથી તંત્રએ વધુ કામ કરવું પડે છે. શરૂઆતમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન મામલે થયેલા થોડાઘણા ઘર્ષણ બાદ પરિક્રમા શાંતિપૂર્ણ રીતે પાર પડી રહી છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

ભારતીય સંસ્કૃતિમાં આસ્થા અને સાધનાનું કેન્દ્ર ગણાતી 'ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા'નો ગુરુવારે (19 માર્ચ 2026) ચૈત્ર સુદ એકમથી વિધિવત પ્રારંભ થયો છે. એક મહિના સુધી ચાલનારી આ આસ્થાની યાત્રા 18 એપ્રિલ 2026(ચૈત્ર વદ અમાસ)ના રોજ પૂર્ણ થશે.