Thu Apr 23 2026

Logo

મુંંબઈ મેટ્રોના ટાઈમટેબલમાં આઠ એપ્રિલથી ફેરફાર

2026-04-07 10:29:00
Author: Sapna Desai
Article Image

નવી મેટ્રો લાઈન-૯ અને મેટ્રો ટૂ-બી સેવામાં દાખલ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં રહેલા મેટ્રો રેલ નેટવર્કને મજબૂત બનાવવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ આઠમી એપ્રિલ, ૨૦૨૬થી અમલમાં આવતા મુખ્ય મેટ્રો કોરિડોરમાં મેટ્રો રેલના ટાઈમટેબલમાં ફેરફાર કર્યો છે, જેથી પ્રવાસીઓને પ્રવાસ કરવો વધુ સરળ થઈ રહેશે.

એમએમઆરડીએના જણાવ્યા મુજબ થાણે જિલ્લાનો પહેલો મેટ્રો કોરિડોર  મેટ્રો લાઈન-૯ (દહિસર પૂર્વથી કાશિગાવ) અને મેટ્રો લાઈન ટૂ-બી  (મંડાલે-ડાયમંડ ગાર્ડન ફેઝ-વન) આ નવા રૂટ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યા છે. મંડાલે-ડાયમંડ ગાર્ડન રૂટથી  હાર્બર લાઈન પરિસરને પણ મેટ્રો ક્નેક્ટિવિટી મળશે. તેમ જ મેટ્રો લાઈન ટૂ-એ અને મેટ્રો - ૭ હવે સ્વતંત્ર રીતે ચલાવવામાં આવવાની હોવાથી લાઈન - ૭ એ લાઈન-૯ સાથે  ઈંટિગ્રેટેડ કોરિડોર બની રહેશે. જેથી અંધેરી પૂર્વથી મીરા-ભાયંદર (કાશીગાવ) દરમ્યાન સીધો અને અખંડ પ્રવાસ થઈ શકશે.

લાઈન ૯ અને લાઈન ટૂ-બી  આઠ એપ્રિલથી સેવામાં દાખલ થવાની છે. લાઈન -૭ હવે કાશિગાંવ સુધી સુધી વિસ્તારિત. લાઈન ટૂ-એ અને લાઈન -૭ સ્વતંત્ર રૂટ.  દરેક રૂટ પર વધારાની ફેરીઓ થશે.  

૧ ) અંધેરી પશ્ર્ચિમથી દહિસર પૂર્વ (યલો લાઈન)
મેટ્રો લાઈન ટૂ -એ (યલો લાઈન) અંધેરી પશ્ર્ચિમથી દહિસર પૂર્વ હવે સ્વતંત્ર રૂટ રહેશે. પહેલી મેટ્રો સવારના ૫.૪૦ - ૫.૫૫ ની રહેશે. છેલ્લી મેટ્રો રાતના લગભગ ૧૦.૩૫-૧૧.૦૦ વાગે છૂટશે. (ભીડના સમયે દર છ મિનિટે અને અન્ય સમયમાં દર ૮થી ૧૦ મિનિટે છૂટશે). આ રૂટ પર અઠવાડિયામાં દિવસના ૨૮૯, શનિવારે ૨૩૧ અને રવિવાકે ૨૧૩ ફેરી થશે.

૨ ) ગુંદવલીથી કાશિગાવ  (ઈન્ટીગ્રેટેડ  રેડલાઈન કોરિડોર)
મેટ્રો લાઈન-૭ અને લાઈન- ૯ સંયુક્ત કોરિડોર  રહેશે. લાઈન-૯ શરૂ થયા બાદ લાઈન- ૭ હવે વિસ્તારિત સ્વરૂપમાં દોડાવવમાં આવશે.  ૧૯.૧૭ કિલોમીટરની લંબાઈની આ મેટ્રો રેલમાં પહેલી મેટ્રો સવારના ૫.૫૦ વાગે અને છેલ્લી મેટ્રો ૧૧.૦ વાગે છૂટશે. ભીડના સમયે દર પાંચ મિનિટે ટ્રેન દોડશે અને બાકીના સમયમાં ૮થી ૧૦ મિનિટનો સમય લાગશે. આ મેટ્રો રૂટમાં અઠવાડિયામાં દિવસની ૨૭૬, શનિવારે ૨૨૩ અને રવિવારે ૨૦૫ ફેરી થશે. 
પ્રવાસીઓને ઈન્ટરચેન્જની સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં દહિસર સ્ટેશનથી પ્રવાસીઓએ ટૂ- અને લાઈન-૭ અને લાઈન-૯ દરમ્યાન ટ્રેન બદલી શકશે, તે માટે સ્ટેશન બહાર જવાની આવશ્યકતા રહેશે નહીં.

૩) મંડાલેથી ચેંબુર-ડાયમંડ ગાર્ડન
મેટ્રો લાઈન ટૂ-બી (ફેઝ-વન)માં મહારાષ્ટ્ર નગર-મંડાલેથી દેશભક્ત એન.જી. આચાર્ય ઉદ્યાન-ડાયમંડ ગાર્ડન- ચેંબૂર વચ્ચે દોડનારી મેટ્ર્રો હાર્બર લાઈન પરિસરને મેટ્રો સાથે જોડશે. ૫.૩૮ કિલોમીટર લાંબા  રૂટમાં પહેલી મેટ્રો સવારના છ વાગે અને છેલ્લી મેટ્રો રાતના ૧૦.૧૫થી ૧૦.૩૦ વાગ્યા દરમ્યાન દોડશે. દર નવ મિનિટે એક મેટ્રો દોડશે.