Tue Apr 28 2026

Logo

મુંબઈ મેટ્રો લાઈન ટુ બી: હલાવ પુલમાં બે યુ-ગર્ડર સફળતાપૂર્વક બેસાડ્યા...

2026-02-21 22:00:21
Author: sapna desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મેટ્રો લાઈન ટૂ-બી (ડી.એન. નગર-મંડાલે) અંતર્ગત કુર્લામાં હલાવ પુલ પર શનિવારે વહેલી સવારના ચાર વાગે બે યુ-ગર્ડરને સફળતાપૂર્વક બેસાડવામાં આવ્યા હતા.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા બાંધવામાં આવી રહેલી મેટ્રો લાઈન ટૂ-બી મહત્ત્વની પૂર્વ-પશ્ર્ચિમ કોરિડોર બની રહેવાનો છે, જે ડી.એન.નગર, બીકેસી, કુર્લા, ચેમ્બુર અને મંડાલે આ મહત્ત્વના રેસિડેન્શિયલ અને કમર્શિયલ કેન્દ્રને જોડનારો માર્ગ છે. 

હલાવ પુલ પરિસર ઍરપોર્ટના ફનલ ઝોનમાં આવતો હોવાથી મેટ્રો વાયાડક્ટ અને પુલ વચ્ચેના ઊભા અંતરની મર્યાદા ફક્ત ૩.૫ મીટરની છે. ટેક્નિકલ મર્યાદાનો વિચાર કરીને સંબંધિત યંત્રણાને આવશ્યક મંજૂરી  મેળવ્યા બાદ વ્યસ્ત રહેલા આ પરિસરમાં ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રાતના સમયે કામ પાર પાડયું હતું. તેથી વાહનવ્યવહારમાં બહુ અવરોધ નિર્માણ થયો નહોતો. પુલ પરથી રિક્ષા, ટેક્સી, ટેમ્પો અને એમ્બ્યુલન્સ જેવાં વાહનોની અવરજવર ચાલુ કરી દેવામાં આવી હતી.

હલાવ પુલની સામે એસ.બી. બર્વે માર્ગ મેટ્રો સ્ટેશને એવિએશનના ઊંચાઈના નિયમ અનુસાર સિંગલ લેવલ સ્ટેશનના સ્વરૂપમાં ઊભું કરવામાં આવશે. આ સ્ટેશનનું ફાઉન્ડેશન અને પિઅર કામ સહિત હલાવ પુલના બંને બાજુએ વાયાડક્ટનું કામ પૂરું થઈ ગયું છે.શનિવારે વહેલી સવારના ૨૦-૨૦ મીટરના લંબાઈના બે યુ-ગર્ડરને ૫૦૦ મેટ્રિક ટનની ક્ષમતાવાળી ક્રેનની મદદથી ગોઠવવામાં આવ્યા હતા. આ તબક્કા બાદ પ્રોેજેક્ટમાં ટૅક બેસાડવાનું, ઓવરહેડ કૅટેનરી સિસ્ટમ, વીજ પુરવઠો વ્યવસ્થા જેવી પાયાભૂત સુવિધા ઊભી કરવામાં આવવાની છે.

મેટ્રોની સાથે જ આ પરિસરના વિકાસનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે. એ.એચ. વાડિયા રોડના પહોળાઈનો પ્રસ્તાવ મુંબઈ મહાનગરપાલિકાના સમન્વયથી અમલમાં મૂકવામાં આવ્યો છે. તેનાથી ટ્રાફિકમાં ઘટાડો થશે તેમ જ ગણેશ વિસર્જન દરમ્યાન થનારી ટ્રાફિકની સમસ્યાથી પણ રાહત મળશે. અસરગ્રસ્તોનું પુનર્વસન નિયમ મુજબ કરવામાં આવી રહ્યું છે.