વૃંદાવન: ફરી ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા વૃંદાવન પહોંચ્યા હતા. જ્યાં તેમને પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. વિરાટ અને અનુષ્કાના ઢગલાબંધ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જ્યાં બંને અત્યંત સાદા કપડામાં જોવા મળ્યા હતા. બંનેએ ચહેરા પર માસ્ક પણ લગાવ્યું હતું.
વિરાટ અને અનુષ્કા અગાઉ પણ કેટલીય વાર મહારાજના આશ્રમમાં આવી ચુક્યા છે, પાછલા મહિનાના આઇપીએલ બાદ તેઓ આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના આશ્રમ પહોંચ્યા હતા. જ્યાં બંનેએ થોડો સમય વિતાવ્યો હતો. ત્યારે પણ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો.
ખુલ્લા પગે જોવા મળ્યા બંને
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ખુલ્લા પગે જોવા મળ્યા હતા. અનુષ્કા શર્મા અને વિરાટના હાથમાં પ્રસાદના પડિયા પણ જોવા મળ્યા હતા. કપલ હંમેશા વૃંદાવન સાથે જ આવે છે. બંને પ્રેમાનંદ મહારાજના ભક્ત છે. અનુષ્કા શર્માના પિતા પણ ક્યારેક તેમની સાથે સ્પોટ થતા હોય છે. જોકે તેઓ બાળકોને કેમેરાથી દૂર રાખે છે અને એકલા જ દેખાય છે.
બાળકો ગ્લેમરથી દૂર રાખ્યા
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. બંને બે બાળકોના માતા-પિતા છે. એક દીકરો અકાય અને એક દીકરી વામિકા. બંને બાળકોને લાઈમલાઈટ અને ગ્લેમરથી દૂર રાખ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ ક્યારેય પોતાના બાળકોનો ચહેરો મીડિયા સમક્ષ બતાવ્યો નથી. તેઓ ઘણીવાર પેપર્સ અને ચાહકોને રિકવેસ્ટ કરી ચુક્યા છે કે તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવે.
બોલિવૂડથી લઈને ક્રિકેટ જગત સુધી કેટલાય સ્ટાર્સ એવા છે જે પ્રેમાનંદ મહારાજના દરબારમાં ઘણીવાર આવે છે. રાજપાલ યાદવ, માઇકા સિંહ, બી-પ્રાક, જેસ્મિન, મોહિત રૈના, ભાગ્યશ્રી, કૈલાશ ખેર અને આશુતોષ રાણા જેવા દિગ્ગ્જ કલાકારો વૃંદાવન આવી ચુક્યા છે.