Sat Aug 29 2026

Logo

વેકેશનમાં મુંબઈ દર્શન કરવા નીકળવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો પહેલાં આ વાંચી લેજો, પછી કહેતાં નહી કે...

2026-05-23 17:24:15
Author: Mumbai Samachar Team
વેકેશનમાં મુંબઈ દર્શન કરવા નીકળવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો પહેલાં આ વાંચી લેજો, પછી કહેતાં નહી કે...

Gemini Ai Generated Image


મુંબઈઃ દર રવિવારની જેમ જ આવતીકાલે એટલે કે 24મી મેના રોજ સિગ્નલ મેઈન્ટેનન્સસ ટ્રેક મેઈન્ટેનન્સ તેમ જ અન્ય જરૂરી એન્જિનિયરિંગને વર્ક માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. મેગા બ્લોકને કારણે વેકેશનના સમયે રજાના દિવસે લોકલ ટ્રેનોના ધાંધિયા રહેશે અને પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવશે. જો તમે પણ આવતીકાલે ટ્રેનમાં પ્રવાસ કરવાના હોવ કે મુંબઈ દર્શન માટે બહાર નીકળવાના હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લો... 

મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી માહિતી આવતીકાલે ડાઉન સ્લો લાઈન પર સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી માટુંગા-મુલુંડ વચ્ચે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન સ્લો લોકલ આ બંને સ્ટેશન વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેનો પોતાના નિર્ધારિત સ્ટોપ ઉપરાંત સાયન, કુર્લા, ઘાટકોપર, મુલુન્ડ અને વિક્રોલી સ્ટેશન પર ઉભી રહેશે. મેગા બ્લોકના સમયગાળા દરમિયાન અપ-ડાઉન સ્લો લોકલ ટ્રેન વિદ્યાવિહાર, કાંજુરમાર્ગ અને નાહુર સ્ટેશન પર ઉભી રહેશે નહિ. 

હાર્બર લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી અપ-ડાઉન લાઈન પર સીએસએમટી-ચુન્નાભટ્ટી વચ્ચે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના આ સમયગાળા દરમિયાન હાર્બર લાઈન પર સીએસએમટી-ચુન્નાભટ્ટી-બાંદ્રા વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, પ્રવાસીઓની સુવિધા માટે હાર્ર લાઈન પર પનવેલ અને કુર્લાથી દર 20 મિનિટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ સિવાય પ્રવાસીઓને બ્લોકના સમયગાળા દરમિયાન પ્રવાસીઓને મેઈન લાઈન અને પશ્ચિમ રેલવેમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે. 

પશ્ચિમ રેલવેની વાત કરીએ તો પશ્ચિમ રેલવે પર આવતીકાલે એટલે કે 24મી મેના રોજ કોઈપણ પ્રકારનો ડે બ્લોક નહીં હોય, પરંતુ 23મી મેના રાતે સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. 23મી મેની રાતથી લઈને રવિવારે વહેલી સવારે ચાર વાગ્યા સુધી વસઈ-વિરાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. 

રેલવે દ્વારા પ્રવાસીઓને જરૂર હોય તો જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. જો તમે પણ આવતીકાલે ટ્રેનમાં પ્રવાસ કરવાના હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લો જેથી તમે કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવાથી બચી જાવ.