Tue Jul 28 2026

Logo

થાણેના ગોડાઉનમાં ભીષણ આગ: પાંચ કલાકે કાબુમાં આવી...

2026-02-18 19:12:56
Author: sapna desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે
: થાણેમાં મ્હાપે રોડ પર શીળફાટામાં કપડાની ચીંધીઓના ગોડાઉનમાં મંગળવારે મોડી રાતે આગ ફાટી નીકળી હતી, જે લગભગ પાંચ કલાકે નિયંત્રણમાં આવી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.

થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ શીળફાટા મ્હાપે રોડ પર એમ.કે. કમ્પાઉન્ડમાં ૭૦૦ સ્કવેર ફૂટના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કપડાની ચિંધી હતી. મંગળવારે રાતના સવા આઠ વાગ્યાની આસપાસ તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કપડાની ચીંધી હોવાથી આગ ઝડપભેર ફેલાઈ ગઈ હતી.  


ઘટના સ્થળે ફાયરબ્રિગેડના બે ફાયર એન્જિન, એક રેસ્ક્યુ વેહિકલ, એક વોટર ટેન્કર પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. મોડી રાતના લગભગ  એક વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. આગમાં ગોડાઉનમાં રહેતો તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.  આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.