Tue Jul 28 2026

Logo

ભિવંડીના ડાઇંગ યુનિટમાં ભીષણ આગ: જાનહાનિ નહીં...

2026-02-28 18:11:20
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલા ડાઇંગ યુનિટમાં મધરાતે ભીષણ આગ લાગી હતી. જોકે આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી.પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે ભિવંડીમાં કલ્યાણ નાકા નજીક ખોખા કંપાઉન્ડના પરિસરમાં આવેલા ડાઇંગ યુનિટમાં ગુરુવારે મોડી રાતે આગ લાગી હતી. 

આગની જાણ થતાં ભિવંડી અને કલ્યાણથી અગ્નિશમન દળના જવાનો ચાર ફાયર એન્જિન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું અને આ ઑપરેશન આખી રાત ચાલ્યું હતું. શનિવારે સવારે આગ પર કાબૂ મેળવવવામાં જવાનોને સફળતા મળી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.