(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન દાદા ભૂસેએ સોમવારે રાજ્ય વિધાનસભામાં એવી જાહેરાત કરી હતી કે રાજ્યની બધા જ માધ્યમની શાળાઓ માટે મરાઠી ભાષા શીખવવી અને તેની પરીક્ષા લેવી ફરજિયાત બનાવવામાં આવી છે અને જે સંસ્થાઓ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની માન્યતા રદ થઈ શકે છે. પ્રશ્ર્નકાળ દરમિયાન વિધાનસભામાં એક સવાલનો જવાબ આપતાં ભૂસેએ કહ્યું હતું કે રાજ્યની બધા જ માધ્યમની શાળાઓમાં પહેલીથી દસમા ધોરણ સુધી મરાઠી ભાષા શીખવવાનું સ્કૂલ્સ એક્ટ, 2020માં ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
સ્કૂલોએ ક્વોલિફાઈડ મરાઠી શિક્ષકો નિયુક્ત કરીને નિયમોનું પાલન કરવાનું રહેશે અને નિયમિત ઈન્સ્પેક્શન દ્વારા આ કરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. જો કોઈ સંસ્થા/સ્કૂલો નિયમનું પાલન નહીં કરતી હોય તો પહેલી વખત તેમને ભૂલ સુધારવા જણાવવામાં આવશે, બીજી વખત મરાઠી શીખવવામાં નિષ્ફળ જવા પર એક લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. આમ છતાં જો મરાઠી શીખવવામં નહીં આવતું હોય તો તેમનું માન્યતા રદ કરવામાં આવી શકે છે. આ અંગે 17 એપ્રિલ, 2026ના આદેશમાં જણાવવામાં આવ્યું છે.
તેમણે ગૃહમાં એવી સ્પષ્ટતા કરી હતી કે મરાઠી ફક્ત કાગળ પરના ફરજિયાત વિષય તરીકે રહેશે નહીં.
AI Generated Images