Sun Sep 13 2026

Logo

માંજલપુર વિધાનસભામાં ભાજપના ઉમેદવારની જીત પાક્કી, પાંચ રાઉન્ડના અંતે કેટલી લીડ

2026-08-03 10:32:00
Author: Mayur Patel
માંજલપુર વિધાનસભામાં ભાજપના ઉમેદવારની જીત પાક્કી, પાંચ રાઉન્ડના અંતે કેટલી લીડ

 

વડોદરાઃ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે. પાંચ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતીષ પટેલને 9877 મતની લીડ છે, જેના પરથી ભાજપના ઉમેદવારની જીત પાક્કી માનવામાં આવે છે.

30 જુલાઈના રોજ માંજલપુર પેટા ચૂંટણી દરમિયાન અંદાજે 37.05 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ચૂંટણીના આ જંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી વચ્ચે મુખ્ય મુકાબલો છે. 19 રાઉન્ડના અંતે પરિણામ જાહેર થશે.

મતદાન દરમિયાન થઈ હતી બબાલ

માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના મતદાન દરમિયાન પંચશીલ વિદ્યાલય સ્થિત મતદાન મથક નજીક ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વાગડવા અને પક્ષના ખેસ પહેરીને પ્રચાર કરવાના મુદ્દે કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ વિવાદ જોતજોતામાં વધી જતાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધક્કામુક્કી અને મારામારી થઈ હતી.

કોણ છે સતીષ પટેલ

ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે સતીષ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપી હતી. જેઓ વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કારોબારી સભ્ય - ગુજરાત પ્રદેશ ભાજપ, છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન, ડિરેક્ટર - ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશન તથા છાણી ધમાકા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.

માંજલપુર વિધાનસભા બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ બેઠક ખાલી પડી હતી. જોકે આ વખતે પણ આ બેઠક ભાજપ જ જાળવી રાખશે તેવું પાંચ રાઉન્ડની મત ગણતરી બાદ લાગી રહ્યું છે.