Mon Aug 24 2026

Logo

આજનું રાશિફળ (24-08-2026): તુલા, વૃષભ અને સિંહ રાશિને મળશે નસિબનો સાથ; જાણો તમારી રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ

2026-08-24 00:01:00
Author: Mumbai Samachar Team
Article Image

મેષઃ
આજે દિલ, મન અને કિસ્મત એમ ત્રણેય મહત્ત્વની વસ્તુઓ તમારો સાથ આપશે. પ્રેમજીવનમાં મીઠાશ આવશે અને સાથી તરફથી બોન્ડિંગ વધારે મજબૂત બની રહેશે. આ સિવાય આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રાજકીય અને સાર્વજનિક બાબતો સાથે જોડાયેલા મુદ્દાઓમાં થોડું સતર્ક રહેવું પડશે. કેટલાક હિતશત્રુઓ પદડા પાછળની ભૂમિકા અદા કરી શકે છે. આનાથી કંઈક ખોટું કરવા પ્રયાસ કરી શકે છે. નોકરી શોધી રહેલા લોકો માટે મિત્રો તરફથી કોઈ સારી મદદ મળી શકે એમ છે. ટૂંકો પ્રવાસ માનસિક શાંતિ લાવી શકે છે. 

વૃષભઃ
આજનો દિવસ તમારા માટે શુભ રહેશે પણ ઉતાવળ મોંઘી પડી શકે છે. થોડી બેદરકારી અથવા મુશ્કેલી મોટું કારણ બની શકે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અનિવાર્ય છે. પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે. બાળકો માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરવી હોય તો આ શ્રેષ્ઠ સમય છે. વિદ્યાર્થીઓ માટે ખાસ આ સમયે અભ્યાસમાં ફોક્સ કરવા જેવું છે. જેનો ફાયદો પરીક્ષા સમયે થઈ શકે. યોગ્ય મહેનતનું પરિણામ મળવાનું શરૂ થઈ જશે. હરવા-ફરવાનો પ્લાન હોય તો આ પ્રવાસ દરમિયાન કોઈ મોટી કે મહત્ત્વની જાણકારી મળી શકે છે. આ માહિતી આગળના દિવસોમાં કામ આવી શકે છે. બજેટનું થોડું ધ્યાન રાખવું પડશે. અચાનક ખર્ચ અપેક્ષા કરતા વધી જાય એવી પૂરી શક્યતા છે. આથી બજેટનું ઘ્યાન રાખવું અનિવાર્ય છે. 

મિથુનઃ
આરોગ્ય પ્રત્યે બેદરકારી રાખશો તો વસમુ પડશે. જૂની બીમારીથી ઊથલો આવી શકે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. આ સાથે વધી રહેલા ખર્ચને ધ્યાનમાં રાખવો જરૂરી છે. સામાજિક ક્ષેત્રે નવી તક મળતા તમારો પ્રભાવ મજબૂત થશે. નવું કરવાનો પ્રયાસ સફળ થશે. લાંબા સમયથી જેની સાથે કોઈ મુલાકાત ન થઈ હોય એવા મિત્રો મળતા મન પ્રફુલ્લિત રહેશે. વ્યાપારમાં વૃદ્ધિ થતા કોઈ મોટી ડીલ હાથ લાગી શકે એમ છે.કોઈ નિર્ણય લેતા પહેલા એકવાર વિચાર અવશ્ય કરજો. ભવિષ્યની યોજના આવા નાના નિર્ણયો પર ટકેલી હોય છે. 

કર્કઃ 
દરેક લડાઈ તાકાતથી કે બળથી નહીં પણ સમજદારીથી જીતી શકાય છે. વિરોધીઓ પર ભારે પડવા કરતા સંવાદથી મામલો ઉકેલાઈ શકે છે. પણ ઉતાવળે કરેલો નિર્ણય ભારે પડી શકે છે. અણધાર્યું પરિણામ આપી શકે છે. સંતાન તરફથી કોઈ ગૂડ ન્યૂઝ મળી શકે છે. પ્રેમજીવનમાં પાર્ટનર તરફથી સ્નેહ, સમર્પણ અને સહયોગ જોવા મળી શકે છે. પરિવાર સાથે જોડાયેલ કોઈ મામલમાં એલર્ટ રહેવું જરૂરી છે. કારણ કે ઉતાવળે લીધેલો નિર્ણય અંતે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

સિંહઃ 
મન થોડું ભારે ભારે લાગે  એવું સવારથી બની શકે.બાળકોની તબિયતને લઈને કોઈ બેદરાકરી ન વર્તવી. જરૂર પડ્યે કોઈ નિષ્ણાંતને બતાવવું અનિવાર્ય છે. વધારે હિતાવહ છે.કોઈ જોખમ ભર્યા કામમાં પૈસા કે સમય લગાવવાથી દૂર રહેવું.પિતા તરફથી કોઈ મોટી જવાબદારી સોંપાઈ શકે એમ છે. આપવામાં આવેલી જવાબદારી ગંભીરતાથી લેવી. નિયમ સમયમાં પૂરી કરવી. અન્યથા પિતાની નારાજગી ઊભી થશે. જે કામ બગાડશે. આ દિવસે કોઈ નવા અને ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. ઘરમાં નવા મહેમાનો આવતા વ્યસ્તતા વધી શકે એમ છે. 

કન્યાઃ 
કેટલાક પડકારો સામે આવી શકે છે. પણ ધીરજ અને પોઝિટિવ થિંકિંગથી મામલો થાળે પડી શકે એમ છે. નેગેટિવિટીને પોતાના પર હાવી થવા દેવી નહીં. ઘરની અંદર સ્વચ્છતા રાખવી. ઘર ડેકોરેશન અથવા કોઈ બદલાવ પર ધ્યાન દેવું જરૂરી છે. પરિવારમાં લગ્ન સંબંધિત કોઈ મુશ્કેલીઓ દૂર થઈ શકે એમ છે.પરિવારજનોનો સાથ મળી શકે એમ છે. પ્રેમજીવનમાં આવેલી રૂકાવટ દૂર થઈ શકે છે. કામની બાબતમાં બોસની ગાઈડલાઈન્સ ફોલો ન કરવી નુકસાન ઊભું કરી શકે એમ છે.પ્રમોશનમાં મોડું થઈ શકે છે. પણ અસફળતા મળવાના કોઈ ચાન્સ નથી. એટલે પુરૂષાર્થ કરવાનું છોડવાનું નથી.

તુલાઃ
કેરિયરમાં અને જીવનમાં આગળ વધવા માટેનો આ બેસ્ટ દિવસ છે. મહેનતથી સારૂ પરિણામ મળશે, સામાજિક કાર્યક્રમમાં જવાનો ચાન્સ મળશે. કોઈ સાથી મિત્ર કે સહયોગીએ કહેલી વાતથી માઠુ લાગી શકે છે પણ દિલ પર એને ગંભીરતાથી લેવાના બદલે કામ પર ફોક્સ કરવું જરૂરી છે. આવી વાતોથી વ્યર્થમાં સમય વેડફવો નહીં.જૂના મિત્રો મળતા મન ખુશ રહેશે. જીવનસાથી સાથે જોડાયેલ કોઈ ગૂડ ન્યૂઝ મળી શકે છે. નવી નોકરી કે કરિયર સંબંધિત ખબર મળતા જીવન ખુશ રહેશે. જે કામને પૂરા દિલથી અને મનથી શરૂ કર્યું છે એમાં સફળતા મળવાના ચાન્સ વધારે છે. 

વશ્ચિકઃ 
પોઝિટિવ પરિણામથી દિવસની શરૂઆત થશે. પરિવારમાં કોઈ નાની મોટી વાતને લઈને તણાવ બની શકે છે. પણ કોઈ પ્રતિકાર કરવાના બદલે શાંતિ રાખવી હિતાવહ છે. આનાથી સંબંધો પર થતી માઠી અસર અટકશે.સંતાનના કેરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લેતા હોવ તો એકવાર અવશ્ય વિચાર કરજો. સંતાન માટે ટૂંકો પ્રવાસ કરવો શક્ય બનશે. આ પ્રવાસમાં સંતાનની સમજનો સાથ મળી શકે.સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશો. પણ સાથે હેલ્થનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. વઘુ પડતું જમવું પણ શરીરને નુકસાન કરી શકે.પેટ સંબંધિત મુશ્કેલીઓ વધી શકે છે. વિદ્યાર્થીઓને કોઈ મોટા પ્રેશરમાંથી રાહત મળી શકે એમ છે. અભ્યાસને લઈને કોઈ ટેન્શન લેવા જેવું નથી. કરેલી તૈયારીઓ પર ભરોસો રાખવો. કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત થતા જુની યાદા તાજા થઈ શકે એમ છે. 

ધનઃ
મનમાં થોડી બેચેની રહી શકે છે. હેલ્થમાં થોડી નબળાઈ રહી શકે છે. વ્યાપારમાં કોઈ ડીલને લઈને ચિંતાનો માહોલ રહેશે. પણ આનાથી વધારે પડતું વિચારવાની જરૂર નથી. શાંતિથીથી થોડો સમય પસાર થતા બધુ વ્યવસ્થિત થઈ જશે. જેની બિલકુલ જાણકારી નથી એ અંગે કોઈ નિર્ણય લેવો હિતાવહ નથી. માતા-પિતાને કરેલો વાયદો પૂરો કરવો અનિવાર્ય છે. આર્થિક બાબતોમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી કોઈ બાબત જાણવા મળે તો નિર્ણય લેવો ઉતાવળ કરવા જેવું છે. આવું થાય ત્યારે અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરવો હિતાવહ નથી.બેંકિંગ અને આર્થિક ક્ષેત્ર સાથે જોડાયેલા કોઈ માધ્યમમાં નોકરીના ચાન્સ છે. 

મકરઃ 
ખર્ચો આર્થિક વ્યવસ્થાને ડામાડોળ કરી શકે છે. બજેટનું ધ્યાન રાખવામાં નહીં આવે તો મહિનાના અંતે આર્થિક રીતે ખેંચાવવાનો વારો આવશે. માલ-મિલકતને લઈને વિવાદ વધી શકે છે. આ મુદ્દો કાયદાકીય મુશ્કેલી વધારી શકે છે. સંવાદ સાથે સમસ્યા ઉકેલાઈ શકે છે. સતત કામ કરવાની આદતથી કંટાળો આવવો સ્વાભાવિક છે. પણ કામને ઈગ્નોર કરવું નુકસાન ઊભું કરી શકે. કોઈ અજાણ્યા કે પહેલી મુલાકાત વખતે ભેટેલા વ્યક્તિ પર ભરોસો કરવો જોખમ ઊભું કરી શકે છે. 

કુંભઃ
આજનો દિવસ સામાન્ય રહેશે. અંદરથી ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે. લાંબી યાત્રા માટે કોઈ આયોજન થઈ શકે છે. જીવનસાથીની લાગણીનો અહેસાસ થશે. આ માટે એમની લાગણી સમજવી જરૂરી છે. નિકટતા વધી શકે છે. સંબંધોની વાત આવે ત્યારે ઉતાવળ કરવી નહીં. અગાઉ અટકેલા કામ ઝડપથી પૂરા થઈ જશે. બીજાના અંગત મામલામાં બોલવું મુશ્કેલી ઊભી કરી શકે છે. રાજકીય અથવા સાર્વજનિક જીવનમાં પ્રગતિ થઈ શકે.આસપાસના લોકો તથા પરિસ્થિતિને લઈને કોઈ સારા સામાચાર મળે તો સમજદારીથી આગળ વધવું.

મીનઃ
વેપારમાં નાના-મોટા ઉતારચડાવ હોઈ શકે છે. જૂના રોકાણમાંથી કોઈ મોટો લાભ મળવાની પૂરી શક્યતા છે. કોઈ પણ ડીલ ફાયનલ કરતા પહેલા એકવાર વિચાર કરવો જરૂરી છે. ઉતાવળ માઠુ પરિણામ ઊભું કરી શકે છે. નવું વાહન ખરીદવાનો વિચાર હોય તો આના માટે લોનની પ્રક્રિયા સરળ બની શકે. આર્થિક બાબતનો નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ, આરોગ્ય પ્રત્યે નાનકડી બેદરકારી પણ શરીર બગાડી શકે એમ છે.