કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ વાયદા બજારમાં તેજી જોવા મળી રહી છે તો બીજી તરફ રાજકીય પક્ષો વચ્ચે આખલા યુદ્ધ સમાન આક્ષેપબાજી ચાલી રહી છે. હવે મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળને વેચી નાખવાનો ભાજપનો પ્રયાસ છે. પશ્ચિમ બંગાળની પ્રજાનો મતાધિકાર છીનવવાનો પ્રયાસ ભાજપ કરી રહી છે.
અધિકારીઓનો તોડવાનું કામ
ભાજપ પર આક્ષેપ કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ભાજપ અધિકારીઓ વચ્ચે તિરાડો પાડવાનું કામ કરે છે. ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાથી દબાણ ઊભું કરે છે. ભાજપને હરાવવા માટે તેમણે બંગાળની પ્રજાને એકજૂથ થવાની અપીલ કરી હતી. ભાજપ ધર્મોનું અપમાન કરી રહી છે. અશાંતિ ફેલાવી રહી છે. માલદામાં પોતાના લોકોને મોકલીને નિશાન તાંક્યું હતું. કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. આવી એજન્સીઓનો ઉપયોગ રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે થાય છે.

બે તબક્કામાં મતદાનની તૈયારી
પશ્ચિમ બંગાળમાં તા.23 અને 29ના રોજ મતદાન બે તબક્કામાં થવાનું છે, જ્યારે 4 મેના રોજ પરિણામ આવશે. મણિકચકમાં આયોજિત રેલીને સંબોધતા મમતા એ કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષ શાંતિથી જીવન જીવવા માગો છો તો ભાજપને રોકા માટે એકજૂથ થઈ જાવ. આ ભાજપ દેશને બરબાદ કરી દેશે. તેઓ કોઈ ધર્મનું સન્માન કરતા નથી, તેઓ પોતાનો બનાવેલો ધર્મ બીજા પર થોંપી બેસાડે છે. મા કાલીના પ્રસાદમાં માછલી અને માંસ બન્ને સામેલ છે તો ભાજપ ક્યા ધર્મની વાત કરે છે?
બળજબરી કરીને મતદાન કરાવે છે
મણીકચકમાં રેલીને સંબોધન કરતા મુખ્યમંત્રી બેનર્જીએ કહ્યું હતું કે,ભાજપ લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે ભાજપની વાતોમાં ન આવશો.ભાજપ દરેક વિસ્તારમાં 30થી 40 લોકોને પકડાવી દેવામાં માને છે.આવું જ માલદામાં થયું છે. નિર્દોષ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. CBI, ED, BSF, CISF જેવી સંસ્થાઓ મોટાભાઈના કંટ્રોલમાં છે. મોટાભાઈ અમને ચોર કહે છે પણ બોર્ડર પર પૈસો ક્યાંથી આવે છે? તમે બંગાળી બોલવા માટે લોકોને ઘુસણખોરો ગણાવી દીધા હતા. ખરા ઘુસણખોરો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાન છે. જબરદસ્તી કરીન તેઓ મતદાન કરાવે છે.