Mon Jun 29 2026

Logo

મલાડમાં પ્રાણી દહનની સુવિધા બે જુલાઈ સુધી બંધ રહેશે

2026-06-29 20:36:50
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
 મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નાના પાળેલા પ્રાણીઓ અને રખડતા પ્રાણીઓ જેવા કે બિલાડી, કૂતરા વગેરેના મૃત્યુ પછી તેમને સન્માનપૂર્વક અગ્નિસંસ્કારની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે. આ સુવિધા મલાડ (પશ્ર્ચિમ)ના એવરશાઇન નગર ખાતે પશુચિકિત્સા આરોગ્ય વિભાગ અને પી-ઉત્તર વોર્ડ ઓફિસ દ્વારા કાર્યરત છે.  વાર્ષિક જાળવણી અને સમારકામ માટે પશુ અગ્નિસંસ્કારની સુવિધા બે જુલાઈથી ૧૧ જુલાઈ ૨૦૨૬ સુધી અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવી છે.

આ સમયગાળા દરમ્યાન સ્મશાન મશીનરીની સફાઈ, નિરીક્ષણ વગેરે જેવા ટેક્નિકલ કામ  કરવામાં આવશે. નાગરિકોને અસુવિધા ટાળવા માટે પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મહાલક્ષ્મી અને દેવનાર બંને સ્થળોએ સુવિધાઓ આ સમયગાળા દરમ્યાન ઉપલબ્ધ રહેશે. જાળવણી કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી મલાડ પશુ અગ્નિસંસ્કાર સુવિધા ૧૨ જુલાઈ ૨૦૨૬થી ફરી કાર્યરત થવાની અપેક્ષા છે.