Tue Aug 25 2026

Logo

મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 બેઠક માટે ચૂંટણીની જાહેરાત, જાણો શેડ્યૂલ

2026-04-16 19:35:23
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 બેઠક માટે ચૂંટણીની જાહેરાત, જાણો શેડ્યૂલ

મુંબઈઃ ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ખાલી પડેલી નવ બેઠક માટે ચૂંટણી સમયપત્રક જાહેર કર્યું હતું. આ નવ બેઠકો માટે મતદાન 12 મેના રોજ યોજાશે. ઉદ્ધવ ઠાકરે અને શશિકાંત શિંદે સહિત 9 ધારાસભ્યનો કાર્યકાળ 13 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો હોવાથી ખાલી બેઠકો ભરવા માટે આ ચૂંટણી યોજાઈ રહી છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ઉમેદવારી પત્રો 23 એપ્રિલ, 2026 થી દાખલ કરી શકાશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ, 2026 છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 2 મેના રોજ કરવામાં આવશે, જ્યારે 4 મે, 2026 સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. 

વિધાન પરિષદની ચૂંટણી માટે મતદાન 12 મે,2025 ના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. ત્યારબાદ મતગણતરી તે જ દિવસે સાંજે 5 વાગ્યે શરૂ થશે. દરમિયાન, વિધાનસભામાં વર્તમાન સંખ્યાબળના આધારે, નવ વિધાન પરિષદ બેઠકોની વહેંચણી નીચે મુજબ થવાની ધારણા છે:

. ભાજપ - 5 બેઠકો

નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેની શિવસેના-2 બેઠકો
નાયબ મુખ્યપ્રધાન સુનેત્રા પવારની એનસીપી -1 બેઠક
મહા વિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધન - 1 બેઠક

. ક્યા ધારાસભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે?

1. ઉદ્ધવ ઠાકરે
2. નીલમ ગોરહે
3. શશિકાંત શિંદે
4. અમોલ મિટકરી
5. ગોપીચંદ પડલકર
6. રણજીતસિંહ મોહિતે-પાટીલ
7. રાજેશ રાઠોડ
8. પ્રવીણ દટકે
9. રમેશ કરાડ